Navsari Agricultural University
દૂધાળ પશુઓની પસંદગી:

દૂધાળ જાનવરની પસંદગીની વાત કરીએ ત્યાપરે સૌથી અગત્યાની બાબત તેનું પોતાનું ચાલુ વેતરનું દૈનિક દૂધ ઉત્પાવદન અને તેની ઉંમર કે વેતરની સંખ્યાહ છે. જો આ જાણી ન શકાય તેમ હોય તો એનાં પાછલાં વેતરના દૂધ ઉત્પાપદનના આંકડા જાણીને પણ પસંદગી કરી શકાય. આ ઉપરાંત જે જાનવર ખરીદતાં હોઈએ તેની માનું, બહેનોનું ઉત્પાાદન જાણી શકાય તેમ હોય તો તેની જાણકારી મેળવીને જાનવર પસંદ કરી શકાય.

આર્થિક રીતે સંતોષકારક કહી શકાય તેવો નફો મેળવવો હોય તો દૂધાળ ગાયનું વેતરનું (300 દિવસનું) દૂધ ઉત્પાયદન રપ00 કિ.ગ્રા. થી ઓછું ન હોવું જોઈએ. એ જ રીતે ભેંસોમાં પણ ર000 કિ.ગ્રા. ની સરેરાશ તો જળવાવી જ જોઈએ.

પશુ પસંદગીમાં પ્રાથમિકતા તેના ચાલુ વેતરના દૂધને અને આગળના વેતરના દૂધ ઉત્પારદનને આપવી જોઈએ. આની સાથે-સાથે જાનવરનું કદ, શારિરીક બાંધો, ઉંમર, આઉ-આંચળના પ્રકાર, ચામડી વિગેરેને પણ લક્ષમાં લેવાં. વળી જે જાનવર પસંદ કરવાનું છે તેનો સ્વયભાવ, ટેવો, ચારો ખાવાની રૂચિ પણ ઘ્યાેનમાં લેવાં.
જયારે જાનવરનાં દૂધ ઉત્પાલદનના આંકડા મળતા ન હોય ત્યાવરે બાહય દેખાવ ઉપરથી જાનવરને પસંદ કરવાની રીત ઘણી ઉપયોગી થઈ પડે છે. જેમાં આદર્શ ગાયનું ચિત્ર લક્ષમાં રાખી નીચેના મુદૃા તપાસવા.

1. ઓલાદની શુઘ્ધઉતા - ગાય જે ઓલાદની હોય તે ઓલાદનાં લક્ષણો ધરાવતી હોવી જોઈએ.
ર. ગાય દેખાવડી અને ચપળ હોવી જોઈએ.
3. નારી જાતિન લક્ષણો હોવાં જોઈએ.
4. શરીરના બધા ભાગો સપ્રમાણ હોવાં જોઈએ.
પ. શરીર લાંબુ અને ત્રિકોણાકાર હોવું જોઈએ.

પશુ પસંદગીમાં નીચેના અગત્યાના મુદૃા ઘ્યા નમાં લેવા જોઈએ.

1. શરીરનું કદ:

અતિશય નાના કે ખૂબ વધુ પડતા વજનનાં જાનવરો કરતાં મઘ્યયમ કદનાં (400 થી 4પ0 કિ.ગ્રા.) વજનનાં જાનવરો ખૂબ સારી ક્ષમતાથી વધુ અને નફાકારક દૂધ ઉત્પાાદન કરી શકે છે. પ્રથમ વિયાણનું જાનવર હોય તો તેનું વજન 330 થી 3પ0 કિ.ગ્રા.હોવું ઈચ્છેનીય છે.

ર. શારિરીક બાંધો:

* ફાચર આકારનું ત્રિકોણાકાર શરીર અને ચરબી વિહીન ચામડીનું સ્તનર હોવું જોઈએ.
* ડોક આગળની ચામડીને ચપટીમાં પકડી ખેંચો અને પાતળી જણાય તેમજ ચપટી છોડી દેતાં મૂળ સ્થિનતિમાં પાછી આવી જાય તેવી હોવી જોઈએ.
* છાતીનો ઘેરાવો વધુ, પાંસળીઓ ઉપસેલી અને બે પાંસળીઓ વચ્ચેોનું અંતર વધુ હોવું જોઈએ.
* પાછળના પગ વધુ મજબૂત હોવા જોઈએ.

3. આઉ-આંચળની પસંદગી:

* દુગ્ધાશિરા લાંબી, વાંકીચૂકી અને ઉપસેલી હોવી જોઈએ.
* અડાણ વિકસિત, ઘાટવાળું, શરીર સાથે લંબાઈમાં જોડાયેલું હોવું જોઈએ.
* સ્થિ તિસ્થાંપક હોવું જોઈએ.
* ચારે આંચળ એક સરખા, મઘ્ય મ કદના અને સપ્રમાણ ગોઠવાયેલા હોવા જોઈએ:

4. અડાણની ખોડ તપાસવી જોઈએ જેવી કે માંસલ અને કઠણ, લાંબું લટકતું અથવા નાનું, અડાણનો આગળનો ભાગ પાછળના ભાગ કરતાં વધુ વિકસિત અથવા ઉલટું, ગરણી આકારનું, દોહયા પછી સંકોચાય નહિ, આંચળ શીશી જેવા, ગાંઠવાળા અથવા લાંબા ટુંકા વિગેરે બાબતો ન હોવી જોઈએ.

5. દૂધમાં ચરબીનું પ્રમાણ વધુ હોવું જોઈએ.

6. દૈનિક દૂધ ઉત્પાણદન લાંબા સમય સુધી જળવાઈ રહેવું જોઈએ.
� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.