Navsari Agricultural University
પશુ આહાર અને પોષણ એ પશુપાલનનું એક અગત્યનનું પાસુ છે. પશુ ઉત્‍પાદનમાં કુલ ખર્ચના 70 થી 7પ ટકા ખર્ચ પશુના ખોરાક પાછઈ થાય છે. મોટા ભાગના પાલતુ પશુઓ ( ગાય, ભેંસ, ધેટાં, બકરાં) વિગેરે વાગોળતા પશુ હોવાથી ઘાસચારો તેમનો કુદરતી આહાર છે. પશુ ઉત્‍પાદન જાળવવા માટે પશુઆહારમાં ઘાસચારા ઉપરાંત દાણનો સમાવેશ કરવો જોઈએ. ઘાસચારામાં લીલો અને સૂકો ચારો એમ મુખ્યુ રીતે બે ભાગ પાડી શકાય છે.

વાગોળતા પશુઓ તેમના વજનના સરેરાશ ર.0 થી 3.0 ટકા સૂકો ખોરાક ખાઈ શકે છે. એટલે કે પુખ્તા વયનું જાનવર (પશુ) જેનું વજન આશરે 3પ0 કિલોગ્રામ ગણીએ તો તે ૭.0 થી ૧૦.પ કિલોગ્રામ સૂકો ખોરાક ખાઈ શકે છે. ઉપરાંત દુધાળ તેમજ વૃદ્ધિ પામતા પશુઓ ખોરાકની વધુ માત્રા પણ ખાઈ શકે છે. જયારે પુખ્તર વયના બિનઉત્‍પાદક પશુઓ ઓછો ખોરાક ખાય છે.

હવે આપણે પશુઆહાર કેવો હોવો જોઈએ તે જોઈશું.

(1) પશુઆહાર સમતોલ હોવો જોઈએ.
(ર) પશુઆહાર ખાવામાં ભાવે તેમજ સહેલાઈથી પચે તેવો હોવો જોઈએ.
(3) પશુઆહારમાં કોઈપણ જાતનું નુકસાનકારક તત્વચ / તત્વોછ ન હોવાં જોઈએ.
(4) પશુઆહાર સંગ્રહ કરી શકાય તે પણ એક અગત્ય નું પાસુ છે.
(પ) પશુઆહાર સ્થારનીય ઉપલબ્ધણ વસ્તુ ઓમાંથી બનાવવો જોઈએ.
(6) પશુઆહારની પશુ ઉત્‍પાદન પર કોઈ માઠી અસર ન થવી જોઈએ.
(7) પશુઆહાર આર્થિક રીતે પરવડે તેવો હોવો જોઈએ.
(8) પશુઆહાર ખવડાવવાથી તેની ઉત્‍પાદન ઉપર સારી અસર થવી જોઈએ અને પશુ ઉત્‍પાદન વધવું જોઈએ.

વાછરડીનો ખોરાક:

વાછરડાંના જન્મ પછી એક કલાકની અંદર કરાઠું (ખીરૂ) મળવું જોઈએ.તાજા જન્મે લા વાછરડાંને તેના વજનના દશમાં ભાગનું દિવસમાં ત્રણ-ચાર વખત થઈને રોજનું કુલ ર-3 લીટર જેટલું કરાઠું મળવું જોઈએ. એક-બે માસની ઉંમર પછી દૂધની જગ્યારએ સ્કીલમ મીલ્કં (મલાઈ કાઢેલ દૂધ) આપીને પણ વાછરડા-પાડીયા સારી રીતે ઉછેરી શકાય છે.

શરૂઆતના પંદર દિવસ સુધી વાછરડુ ઘાસચારો કે ખાણ-દાણ બરાબર ખાઈ શકતું નથી. પરંતુ તે પછી તેમને માટે સારી જાતનું દાણ (કાફ સ્ટાાર્ટર) થોડું આપવું જરૂરી છે. તેમજ સારી જાતનો કુમળો લીલો તથા સુકોચારો પણ આપવો જરૂરી બને છે. જો પશુપાલકો વાછરડાને જન્મવતાની સાથે ભેંસ થી અલગ કરતા હોય ત્યાેરે તેમને કેટલા પ્રમાણમાં આહાર આપવો જોઈએ તેની વિગત નીચેના કોઠામાં આપી છે.

અ. ત્રણ માસની ઉંમર સુધીના વાછરડાં નો આહાર:


નોંધ :- (1) વાછરડા જન્મ. પછીના એક કલાકની અંદર કરાઠું/ખીરૂ મળવું જોઈએ.

(ર) વાછરડા ખાસ આહાર (કાફ સ્ટા.ર્ટર) માં ર0-રર ટકા પાચ્યા પ્રોટીન અને ૭૦-૭૫ ટકા કુલ પાચ્યસ તત્વો હોવા જોઈએ.
(3) ઘાસચારામાં પ0 ટકા કુલ સારી જાતનો સુકોચારો અને પ0 ટકા સારી જાતનો લીલો કુમળો ચારો આપવો જોઈએ.

બ. ત્રણ માસથી ઉપરનાં વાછરડાં નો આહાર:



નોંધ :- (1) સામાન્યછતઃ સુકોચારો ખાઈ શકે તેટલો આપવો જોઈએ. વાછરડાના વજનમાં ફેર હોય છે તેથી તેમને અડધા કિ.ગ્રા. થી પાંચ કિ.ગ્રા. સુધી પ્રતિ જાનવર આપી શકાય.
(ર) સુમિશ્રિત દાણમાં ઓછામાં ઓછા ૧૬-૧૮ ટકા પાચ્યી પ્રોટીન અને ૬૫-૭૦ ટકા કુલ પાચ્યા તત્વોન હોવા જોઈએ. ક્ષાર મિશ્રણ સમતોલ દાણમાં ન હોય તો સારી જાતનું ક્ષાર મિશ્રણ રોજ 30-પ0 ગ્રામ જેટલું આપવું જરૂરી છે.

વસૂકેલ ભેંસનો આહાર:

જે ભેંસ દૂધ નથી આપતી અને છેલ્લાણ ત્રણ માસની ગર્ભાવસ્થાયમાં નથી તેને પોષક તત્વો ફકત તેમના શરીર નિભાવ માટે જ જોઈએ છે. આ માટે પણ તેઓને થોડુ દાણ આપવું જરૂરી છે.



ગાભણ ભેંસનો આહાર:

ઉપર જણાવેલ વસુકેલ ભેંસ માટેનો આહાર આપવો, ગાભણ પશુને છેલ્લા ત્રણ મહિના દરમ્યાેન બચ્ચાોના વિકાસ માટે તેમજ આવનાર વેતરમાં દૂધ ઉત્‍પાદન વધુ મળે તે માટે પશુને વધારાનું દાણ આપવું જોઈએ. આ માટે સાતમા મહિને નિભાવ માટેના દાણ ઉપરાંત એક કિલોગ્રામ દાણ વધુ આપી દર ૧૫-૨૦ દિવસે પ00 ગ્રામ વધારતા જવું જોઈએ. જેથી જ્યા રે ભેંસ વિયાય ત્યાંરે રોજનું ૪ કિ.ગ્રા. કે વધુ દાણ ખાઈ શકે. આ પઘ્ધનતિને સ્ટીવમીંગ-અપ પઘ્ધેતિ કહે છે. આ પઘ્ધનતિ અપનાવવાથી ભેંસ વિયાય ત્યા રે તેઓને વિયાણનું દાણ કે ગોળ, તેલ, અસાળીયો વગેરે આપવાની જરૂર રહેતી નથી. તેમજ બચ્ચુત તંદુરસ્તજ જન્મે છે અને દૂધ ઉત્‍પાદન પણ વધારે મળે છે.


દુધાળ ભેંસનો આહાર:

દૂધ આપતા પશુઓને શારિરીક નિભાવ એટલે કે જીવનક્રિયા ટકાવી રાખવા ઉપરાંત દૂધ ઉત્‍પાદન માટે પણ પોષક તત્વોેની જરૂરીયાત રહે છે, માટે દૂધાળ પશુઓને દરરોજ નીચે પ્રમાણે આહાર મળી રહે તે જરૂરી છે.

અ. નિભાવ માટે:



બ. દુધ ઉત્પાદન માટે:

* દૂધ ઉત્‍પાદન માટે ઉપરના કોઠામાં આપેલ ખોરાક ઉપરાંત વધારાનું સુમિજ્રિત દાણ ગાયોમાં દૂધ ઉત્‍પાદનના ૪૦% પ્રમાણે આપવું
* જો ભેંસ પ્રથમ કે બીજા વેતરમાં હોય તો તેને અનુક્રમે ૪૦૦ કે ૨૦૦ ગ્રામ દાણ મિજ્રણ વધારાનું આપવું જોઈએ. સંકર ગાયોને સારી ગુણવત્તાતવાળું સુમિશ્રિત દાણ તેમજ લીલોચારો વધુ માત્રામાં આપવો જરૂરી છે. જેથી તેમની દૂધ ઉત્‍પાદન ક્ષમતા ઉપર કોઈ માઠી અસર ન પડે.
પશુઓનું ર0 લીટર અથવા તેથી વધુ દૈનિક દૂધ ઉત્‍પાદન હોય તેવા પશુઓને બાયપાસ પ્રોટીન ખવડાવી તેમની પોષક તત્વોથની જરૂરીયાત સંતોષી વધુ દૂધ ઉત્‍પાદન મેળવી શકાય. જો બાયપાસ પ્રોટીનવાળુ દાણ ઉપલબ્ધત ના હોય તો આપની પાસે જે દાણ હોય તેમાં મકાઈ ગલુટેન, કપાસીયા અને તેનો ખોળ અથવા ફીશમીલ (માછલીનો ભૂકો) વગેરે ઉમેરી દાણની ગુણવત્તા માં વધારો કરી શકાય છે.

પાડા નો આહાર:



* જો સાંઢ નું વજન ૬૦૦ કિ.ગ્રા. આસપાસ હોય તો ૫૦૦ ગ્રામ વધુ દાણ આપવું જોઈએ. આખલાને ઋતુ પ્રમાણે વધારે સંખ્યાામાં ભેંસ ફેળવવાના દિવસો દરમિયાન ઉપર જણાવેલ આહાર ઉપરાંત ૧.૦ કિ.ગ્રા. વધારાનું દાણ આપવું જરૂરી છે.
* આ ઉપરાંત તેને જરૂરી કસરત મળે તેવું આયોજન કરવું જોઈએ.

પાણી:

* પશુઓ માટે પાણી એ ખોરાક કરતાં પણ વિશેષ મહત્વનનું છે.
* પાણીની ખેંચ પશુઓની તમામ દૈહિક પ્રક્રિયા પર અસર કરતી હોય પશુઓની વૃઘ્ધિર, વિકાસ અને દૂધ ઉત્‍પાદન ઘટી જાય છે.
* માટે પશુઓને જ્યાીરે જોઈએ ત્યાિરે જેટલું પીવું હોય તેટલું તાજુ અને સ્વિચ્છર પાણી મળી રહે તેવી વ્ય વસ્થાઓ કરવી જોઈએ.
* દુધાળ પશુઓને દરરોજ અંદાજે ૬૦-૯૦, વસુકેલ પશુને ૬૦, ધાવતા વાછરડાઓને ૧૦ અને વોડકીઓને ર0 લીટર જેટલા પાણીની જરૂરીયાત રહે છે.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.