ચેપી ગર્ભપાત :- (બ્રુસેલોસીસ)
બ્રુસેલા હોવીસ,બ્રુસેલા મેલીટાન્સીગસ અને બ્રુસેલા અર્બોટસ નામના જીવાણુંઓથી આ રોગ થાય છે.
લક્ષણો :- ગાભણ બકરી તરવાઈ જાય, એક સાથે ઘણાં કિસ્સામ જોવા મળે જેથી આર્થિક નુકશાની થાય, યોની સ્ત્રાીવ થાય,કવચિત આઉનો સોજો આવ,તરવાઈ ગયેલ જાનવરની મેલી સાથે બહાર આવતા પ્રવાહીના સહવાસથી અન્યી જાનવર તેમજ મનુષ્યઉને પણ ચેપ લાગી શકે છે.મનુષ્યીને આ રોગને કારણે તાવ આવે,માથું દુખે.
નિદાન :- જરાયુની તપાસ,જીવાણુંનો પ્રયોગશાળાં ઉછેર,જૈવિક પરિક્ષણ તથા સીરોલોજીકલ ટેસ્ટો ઘ્વાનરા નિદાન કરી શકાય છે.
નિયંત્રણ :- તરવાઈ ગયેલ જાનવરને અલગ કરવું,દાકતરી સારવાર આપવી,પ્રતિબંધક ઉપાય તરીકે રોગ વિરોધી રસી મુકાવવી.