સગર્ભા બકરીમાં આહાર વ્યવસ્થા:
અગ્રવર્તી સગર્ભા બકરીને સારો ચારો અને / અથવા ચરીયાણ મળતા હોય તો માથાદીઠ દૈનિક ર00 ગ્રામ જેટલું ૧૮ થી ર0 ટકા પ્રોટીનવાળું સુમિશ્રિત દાણ ખવડાવવું જોઈએ. જો ચારા અથવા ચરીયાણની ગુણવત્તા સારી ન હોય તો દાણની માત્રા વધારીને 300 ગ્રામ જેટલી કરવી જોઈએ. જો કોઈ બકરીના ઉદરમાં બે કે વધુ બચ્ચાંો હોવાનો અહેસાસ થતો હોય તો તેવા પશુને થોડુ વધુ (૧૦૦ ગ્રામ) દાણ આપવું જરૂરી છે. સુમિશ્રિત દાણ ઉપલબ્ધ ન હોય તો મકાઈ-જુવાર જેવા દાણા, મકાઈ-જુવાર કે ઘંઉની કુસકી અને ખાદ્ય તેલિબિયા ખોળ 1:1:1ના પ્રમાણમાં ભેળવી મિશ્રદાણ ઘરે બનાવી શકાય. અપ્રચલિત દાણના સ્ત્રો તો જેવા કે કુંવાડિયાના બી, દેશી કે પરદેશી બાવળના પરડા, શિમડાની શીંગો, દેશી કે પરદેશી બાવળની શીંગો/ચુની વગેરે પણ ૧૦ થી ૨૦ ટકા સુધી મિશ્રદાણમાં ઉમેરી ખોરાકી ખર્ચ ઘટાડી શકાય. સગર્ભા બકરીઓને દૈનિક માથાદીઠ પાંચ ગ્રામ જેટલું ક્ષાર ર્મિશ્રણ આપવાથી ફાયદો થાય છે. સગર્ભા બકરીને દિવસમાં એકાદ-બે વખત સ્વંચ્છર પાણી પિવડાવવાની વ્યદવસ્થા ગોઠવવી જોઈએ.
બચ્ચાંમાં આહાર વ્યવસ્થા:
બચ્ચાંમને તેની માતાનું પ્રથમ દૂધ ( ખીરૂં અથવા કરાંઠું) જેમ બને તેમ વહેલું ધાવવા દેવું જોઈએ. તે માટેનો ઉતમ સમય અડધાથી એક કલાકનો ગણાય છે. ખીરાંનો રેચક ગુણ ગર્ભકાળ દરમ્યાશન બચ્ચાંેના આંતરડામાં એકઠો થયેલ મળ બહાર કાઢવામાં ઉપયોગી છે તેમજ તેમાં રહેલ રોગપ્રતિકારક તત્વોે બચ્ચાંમને ચેપી રોગ સામે રક્ષણ આપે છે. ખીંરાંમા વધુ પ્રમાણમાં પ્રોટીંન, ચરબી, ક્ષારો અને પ્રજીવકો (વિટામીન્સા) હોવાથી બચ્ચાંરની શારીરિક વૃઘ્ધિા ઝડપી બને છે. આથી તાજા જન્મે લાં બચ્ચાં ને તેની માતાનું ખીરૂં દિવસમાં 3 થી 4 વખત ત્રણેક દિવસ સુધી ધાવવા દેવું ફાયદાકારક છે. આથી જ વિયાણના પ્રથમ ત્રણેક દિવસ સુધી બચ્ચાંબને તેની માથા સાથે રાખવામાં આવે છે તેમજ તેની માની હૂંફ અને રક્ષણ પણ બચ્ચાં ને મળતા રહે છે. બચ્ચાંથની માતા મરી જવી કે અન્યી કોઈ કારણોસર તેનું ખીરૂં મળી શકે તેમ ન હોયતો બીજી કોઈપણ તાજી વિયાયેલી બકરીનું ખીરૂં ધવડાવી કે પીવડાવી શકાય છે. કોઈ સંજોગોમાં તાજુ ખીરૂં મળી શકે તેમ ન હોય તો દૂધમાં 10 મિ.લી. દિવેલ અને જરૂરી વિટામીન્સો ઉમેરીને બચ્ચાં ને દિવસમાં ત્રણેક વખત પીવડાવવું. એટલું યાદ રાખીએ કે ખીરૂં કે દૂધ બચ્ચાંવને વધારે આપવા કરતાં યોગ્યબ માત્રામાં (દૈનિક ર00 થી 300 ગ્રામ) દિવસમાં 3 થી 4 વખતમાં આપવું જોઈએ. જો વધારે પડતું ખીરૂં કે દૂધ આપવાથી બચ્ચાં ને પેટની તકલીફ પડે છે અને ઝાડા પણ થઈ જાય છે.
પ્રથમ માસ સુધીનો ઉછેર અને આહારઃ
આ ઉંમરે બચ્ચાંમને તેમના વજના ૧૦ ટકા જેટલું દૂધ દરરોજ ધાવવા દેવું જોઈએ. શરૂઆતમાં બચ્ચાંએને ૧૦ દિવસ સુધી દરરોજ 3-4 વખત ત્યાજરબાદ બે વખત ધવડાવવા જોઈએ. નાનાં બચ્ચાં જલ્દીરથી દાણ ખાતા થાય તે માટે દરરોજ દાણ ચોખ્ખાજ વાસણ કે ગમાણમાં થોડું થોડું મુકવું અને શરૂઆતમાં તેની ઉપર થોડું દૂધ છાંટી આપવું. બચ્ચુંણ એક મહિનાની ઉંમર સુધીમાં દરરોજનું ૧૦૦ ગ્રામ જેટલું દાણ ખાતા શીખી જવું જોઈએ. બચ્ચાંં માટેનું દાણ ખૂબ જ પોષ્ટીંંક, સુપચ્યા અને સ્વાશદિષ્ટે હોવું જોઈએ. આ માટે ભરડેલી મકાઈ, મગફળી, ખોળ, ક્ષારમિશ્રણ, ગોળની રસી વિગેરે મિશ્ર કરીને દાણ તૈયાર કરી શકાય છે તેમજ તેઓ જલ્દી ઘાસ ખાતા શિખે તે પણ જરૂરી છે. બચ્ચાંરને લીલાચારાનો સારી રીતે સુકવેલો રજકો પણ ખવડાવી શકાય.
મોટા બચ્ચાંનો ઉછેર અને માવજત :
બચ્ચાંચને દરરોજ માઠાદીઠ પાંચ ગ્રામ જેટલું ક્ષારમિશ્રણ આપવું. માંસ માટેના બચ્ચાં ને દાણ ખવડાવવાનું પ્રમાણ દરરોજ ૧૦૦ ગ્રામથી વધારીને ધીરેધીરે ત્રણ માસની ઉંમરે રપ0 ગ્રામ અને છ માસની ઉંમરે પ00 ગ્રામ જેટલું કરવું જોઈએ. બચ્ચાંમના રોજબરોજના આહારમાં ફેરફાર ધીરેધીરે કરવા જોઈએ. અન્યચ પ્રકારના બચ્ચાંન માટે દાણનું પ્રમાણ થોડું ઓછું રાખી શકાય. બે થી ત્રણ માસની ઉંમરે રેષાવાળો ખોરાક પચાવવા માટે જરૂરી પ્રથમ આમાશય (રૂમેન) પુરેપુરુ વિકાસ પામી ગયેલ હોવાથી બચ્ચાં0ને ત્રણ-ચાર માસની ઉંમરે ધાવણ છોડાવવામાં આવે છે. બચ્ચાંર ત્રણ માસ સુધીમાં ૧૦ થી 1ર કિ.ગ્રા. અને છ માસ સુધીમાં ૧૮ થી ર0 કિ.ગ્રા. વજનના થવા જોઈએ.
વિયાણ બાદ બકરીમાં આહાર વ્યવસ્થા:
વિયાણ થઈ ગયા બાદ બકરીને અર્ધો લીટર ઉકાળેલા પાણીમાં એકાદ મૂઠી બાજરીનો લોટ નાખી તે પી શકે તેટલા ઉષ્ણ તામાન સુધી ઠરવા દઈને પીવડાવવું જોઈએ.ત્યાીરબાદ બે કે ત્રણ કલાકે અર્ધો લીટર ઉકાળેલા પાણીમાં રપ0 ગ્રામ ઘઉંનું ભુસુ અને એક ચમચી મીઠુ નાંખીને તેમાં થોડુ સુકુ ભુસુ ભભરાવીને કપડાંથી ઢ્ઢઢાંકી ઠંડુ પડવા દઈને ખવડાવવું. વિયાણ થયેલ બકરીને પ00 ગ્રામથી વધારે પડતું દાણ આપવું હિતાવહ નથી. તાજી વિયાયેલ બકરીને વધારે પડતી ગરમી તેમજ ઠંડી સામે ર1ાણ મળી રહે તેવી વ્યવવસ્થા કરવી જોઈએ.બકરીઓ મોટે ભાગે વિયાણ થયાના એક માસ બાદ તુરંત ગરમીમાં આવી જાય છે પરંતુ 40 દિવસ બાદ જ ગાભણ થવા દેવી જોઈએ.
દુધાળ બકરીમાં આહાર વ્યવસ્થા
એક પુખ્તુ વયની બકરીને દરરોજ આશરે ૧.૪ થી ૧.૮ કિ.ગ્રા. સુકોચારો જોઈએ. આ પૈકી ૯૦૦-૧૩૦૦ ગ્રામ સુકોચારો પાંદડા, ડાંખળા તથા ૪૦૦ - ૪૫૦ ગ્રામ અન્ય વનસ્પતિ આપી શકાય. દાણ બકરીને ચારાની ગુણવત્તાા અને પ્રાપ્ય તા અનુસાર, એક પુખ્તબવયની બકરીને દૈનિક રરપ ગ્રામ શરીરના નિભાવ માટે આપવુ જોઈએ. ઉત્તયમ કે સારી ગુતવત્તાા ધરાવતો કઠોળ અને કઠોળની આડ પેદાશનો ચારો મળતો હોય તો નિભાવ માટે દાણ ન આપવામાં આવે તો પણ ચાલે. દુઝણી બકરીને દર ૪૫૦-૪૬૦ ગ્રામ દુધ ઉત્પાદન દીઠ ૧૫૦ ગ્રામ વધારાનું દાણ આપવું જોઈએ. બકરીને અપાતું દાણ મિશ્રણ ઘઉંનું ભુસું એક ભાગ, મકાઈનો ભરડો ર ભાગ, સીંગનો ખોળ-એક ભાગ તેમાં એક ટકાના હિસાબે મીઠું ઉમેરવું જેથી દાણ સ્વાતદિષ્ટઈ થશે અને બગાડ ઓછો થશે. દાણમાં સરેરાશ ૧૪ ટકા પ્રોટીન હોય એ પુરતું છે. જે દાણ મોધું પડતું હોય તો તેમાં બાવળીયાની સીંગો બોરડીનો પાલો, આંબલીનો પાલો આપવો અને દાણનું પ્રમાણ અડધાથી ઓછું કરી નાંખવુ. વસુકેલી બકરીને જો સારો ચારો મળતો હોય તો દાણ આપવાની જરૂર નથી.એક સામટો બધો ખોરાક બકરીને નીરવામાં આવે તો બગાડ બહુ કરે છે. આથી બકરીને દિવસમાં બે - ચાર વાર થોડું થોડું નીરાણ આપવું જેથી દાણ અને ઘાસચારાનો બગાડ ઓછો થશે.ઘાસ ખવડાવવા માટે ખાસ પ્રકારની ઘોડીઓ વાપરવાથી ઘાસનો બગાડ અટકાવી શકાય છે. બકરાંને જોઈએ તેટલું સ્વ ચ્છ ચોખ્ખુંસ પાણી મળી રહે તેવી વ્ય વસ્થાા ગોઠવવી જોઈએ જેથી તેના ઉત્પા દન પર સારી અસર થાય છે.