માદા લવારૂ ઉછેરીને મોટું થતાં 10-1ર મહિનાની વચ્ચેબ અને સરેરાશ 3પ કિ.ગ્રા. વજનનું થતાં ઋતુમાં આવે છે. બકરીમાં સંવર્ધન માટેની ઉંમર સામાન્યન રીતે તેના શરીરના વિકાસ તથા ખોરાક વગેરે પર આધાર રાખે છે. સામાન્યરત : બકરીની પ્રથમ વિયાણની ઉંમર 17-18 માસની હોય છે. અને તેના જીવનકાળ દરમિયાન લગભગ 10 વાર વિયાય છે. મોટા ભાગની ઓલાદોની બકરીનું ઋતુચક્ર 18 થી ર1 દિવસનું અને ઋતુકાળ ર4 થી 48 કલાક જેટલો હોય છે. વળી બકરીનો સગર્ભાવસ્થા કાળ સરેરાશ 1પ0 દિવસ જેટલો હોય છે. અને સગર્ભાવસ્થા ને અંતે બે થી ત્રણ બચ્ચાંઓને જન્મા આપે છે. આમ તો ભારતીય બકરાં વર્ષ દરમ્યાળન બારેમાસ પ્રજનન કરે છે. પણ બકરીઓનું સંવર્ધન મે - જુન માસમાં કરાવવું સલાહભર્યુ છે. જેથી બકરી ઓકટોબર - નવેમ્બબરમાં વિયાણ આપે અને આ સમયે પુષ્કાુળ પ્રમાણમાં લીલાઘાસ મળી રહે તથા વાતાવરણ પણ બચ્ચાંબ માટે અનુકુળ મળે છે. બકરી વધારેમાં વધારે વધારે 10 મહિના સુધી દુધ આપે છે. સંવર્ધન માટે આમ તો 1ર મહિનાની ઉંમરવાળો બકરો વાપરી શકાય પરંતુ ર-3 વર્ષની વયે બકરો મહત્તપમ જાતિય શકિત કે તાકાત ધરાવતો હોઈ ર થી 3 વર્ષે સંવર્ધન માટે બકરાનો ઉપયોગ કરવો ડહાપણભર્યુ છે.