રોડ આઈલેન્ડય રેડઆ એક અમેરિકન ફ્અિદર્થી મરઘાની ઓલાદ છે. આ ઓલાદ રહોડ આઈલેન્ડડ રેડ સ્ટેતટમાંથી ઉત્પન્નછ થયેલી ઓલાદ છે.
શારીરિક લક્ષણો:
આ ઓલાદો કદમાં મોટી, ઉંડુ પેટ ધરાવતી, પીઠ સીધી અને છાતી સહેજ બહાર નીકળેલી હોય છે. પીછાંનો રંગ ઘેરો અથવા લાલ- બદામી હોય છે. પુંછડીના પીછાં કાળા હોય છે. કલગી એકવડી અથવા ગુલાબ જેવી હોય છે. ઈંડાના કોચલાનો રંગ બદામી હોય છે. ચામડી અને નળાનો રંગ પીળો તથા કાનપટી લાલ હોય છે.
આર્થિક લક્ષણો:
આ ઓલાદ વાર્ષિક 140 જેટલા ઈંડા આપે છે. મરઘાંનું વજન 4.ર9 કિ.ગ્રા. અને મરઘીનું વજન 3 કિ.ગ્રા. હોય છે. કોંકરેલ 3 કિ.ગ્રા. અને પુલેટનું વજન ર.5 કિ.ગ્રા. હોય છે. તે ઈંડા અને માંસ ઉત્પાદન માટેની જાણીતી ઓલાદ છે. આ ઓલાદને ભેજવાળી આબોહવા માફક આવે છે. આ ઓલાદ ખડતલ જાત ગણાય છે.