
વ્હા ઈટ લેગ હોનભૂમઘ્ય સમુદ્રની એક નંબરની ઈંડા આપતી લોકપ્રિય ઓલાદ છે. તેનું ઉત્પત્તિછસ્થારન ઈટાલી છે. તેની 1ર જાતો છે. તે પૈકી 1) એકવડી કલગીવાળી સફેદ ર) એકવડી કલગીવાળી બફ અને 3) એકવડી કલગીવાળી હલકી બદામી ખુબજ લોકપ્રિય છે. તેને સુકું હવામાન અનુકૂળ આવે છે. ભારત દેશમાં ઈંડા માટે વ્હાહઈટ લેગ હોર્ન વધુ વપરાય છે.
શારીરિક લક્ષણો:
તેના પગ લાંબા, પુંછડી નાની, સારી કલગી અને ઝાલર ધરાવતુ માથું અને લાંબી પીઠ ધરાવતી મરઘીઓ જોવા મળે છે. તે સિંગલ કમ્બડ ધરાવે છે. કાનપટૃીનો રંગ સફેદ હોય છે. નળો, ચામડી તથા ચાંચ પીળા રંગની હોય છે. નરનું વજન 3 કિ.ગ્રા. અને માદાનું વજન ર કિ.ગ્રા. હોય છે.
આર્થિક લક્ષણો:
આ ઓલાદની મરઘી ઈંડા આપતા વર્ગની છે. તે વાર્ષિક 180 કે તેથી વધુ ઈંડા આપે છે. ઈંડાનો રંગ સફેદ હોય છે.