આ રોગ ફૂગથી થાય છે. તે દક્ષિાણ ગુજરાતમાં સૌ પ્રથમ ૧૯૯૭ માં નોંધાયેલ અને ત્યાર બાદ અન્ય વિસ્તારોમાં ખાસ કરીને ગુર્જરી, જયા અને હાઈબ્રીડ ડાંગરની જાતોમાં સારા પ્રમાણમાં જોવા મળે છે. આ રોગથી ઉત્પાદનમાં ૩ થી ૮પ ટકા સુધીનું નુકસાન થઈ શકે છે. આ રોગનું આક્રમણ ખાસ કરીને ડોડા અવસ્થાના અંત ભાગમાં સૌથી ઉપરના પાનના પર્ણચ્છેદ (શથ/થડને વીંટળાયેલો પાનનો ભાગ) ઉપર થાય છે. શરૂઆતમાં લંબગોળ કે અનિયમિત આકારના અડધાથી દોઢ સે.મી.ના બદામી કે લાલાશ પડતી કિનારી અને વચ્ચેથી રાખોડી અથવા રાખોડી બદામી રંગના ટપકાં થાય છે. ટપકાં મોટા થઈ એકબીજા સાથે મળી આખા પર્ણચ્છેદમાં કહોવારાના રૂપમાં ફેલાતા છીંકણી કે લાલ થઈ જાય છે. તીવ્ર આક્રમણ હોય તો કંટી અધુરી નીકળે છે જેમાં દાણા અધકચરા ભરાય છે અથવા લાલ થઈ જાય છે. વધુ તીવ્ર આક્રમણથી કંટી નીકળતી જ નથી અને ડોડામાં જ કહોવાઈ જાય છે.
નિયંત્રણ:
- મસુરી, નર્મદા, દાંડી, જી.આર, ૧ર, જી.આર. ૧૦૪, આઈ.આર. ૬૪ જેવી રોગ સામે ટકકર ઝીલે તેવી જાતો વાવવી.
- શેઢાપાળ નું દ્યાસ કાપીને હંમેશા સાફ રાખવા.
- નાઈટ્રોજનયુકત ખાતરો ભલામણ કરતાં વધુ ન વાપરવા અને પિયતનું પાણી માફકસર જ ભરવું.
- રોગની શરૂઆત જણાય અને વરસાદ કે ભેજવાળું વાતાવરણ હોય તો ૧૦ લિટર પાણીમાં ૧૦ મિ.લિ. પ્રોપીકોનાઝોલ રપ% ઈ.સી. અથવા રપ ગ્રામ મેન્કોઝેબ ૭પ% વે.પા. અથવા ૧૦ ગ્રામ કાર્બેન્ડાઝીમ પ૦% વે.પા. અથવા ૧૦ મિ.લિ. વેલીડામાયસીન ૩% એસ.એલ. હેકટરે ૩૦૦ થી ૪૦૦ લિટર મુજબ છંટકાવ કરવો. જરૂર પડયે ૧૦ દિવસ બાદ બીજો છંટકાવ કરવો.