સામાન્ય રીતે કાપણી સમયે ડાંગરમાં ભેજનું પ્રમાંણ ૧૮-૪૫% જેટલો ભેજ હોય છે, સંગ્રહ વખતે દાણામાં ૧૦ થી૧ર% કરતા વધુ ભેજ ન હોવો જોઈએ. સામાન્ય રીતે ડાંગરના લાંબા ગાળાના સંગ્રહ માટે ૧ર% અને ટૂંકા ગાળાના સંગ્રહ માટે ૧૪% ભેજ જરૂરી છે. સંગ્રહ સમયે દાણામાં વધુ પડતો ભેજ હોય તો ભેજના લીધે ફૂગ લાગવાથી ડાંગર સડી/ બગડી જાય છે અથવા તો ડાંગર કાળી થઈ જાય છે. વધુ ભેજ ધરાવતી ડાંગરના સંગ્રહ દરમ્યાન, ચોખાનું ચાંચવું જેવા સ્ટોરગ્રેઈન જીંવાતનું પ્રમાણ વધે છેપ ડાંગરનો મૂળ રંગ જળવાઈ રહે તે ગુણવત્તા માટે ખૂબ જ આવશ્યક છે. તેથી યોગ્ય સુકવણી દ્વારા ડાંગરને સંગ્રહ યોગ્ય ભેજ પર લાવવા જરૂરી છે. આ ઉપરાંત ડાંગરની કાપણી બાદની પ્રક્રિયા માટે યોગ્ય ભેજ જાળવવા પણ સુકવણી જરૂરી છે.
સૂર્યપ્રકાશમાં ખુલ્લામાં દિવસે સુકવણી કરવામાં આવે ત્યારે રાત્રે ડાંગર ભેજ શોષતી હોઈ, સુકાવા–ભીજાવાનું ચક્ર વારંવાર ચાલે છે. જેથી ડાંગરનાં દાણામાં તિરાડ ઉત્પન્ન થાય છે, જેથી પીલાણ દરમ્યાન ભાંગવાનું પ્રમાણ વધુ રહે છે અને આખા ચોખા ઉતારો ઓછો મળે છે. સંશોધન દ્વારા પ્રમાણિત થયેલ છે કે ડાંગરની સુકવણી એકસમાન, ધીમા દરે કરવી જોઈએ જેથી ધીરે ધીરે ભેજ ઘટે.