આ રીત દક્ષિાણ ગુજરાતના ભારે વરસાદવાળા,  ડુંગરાળ વિસ્તારના નાના સીમાંત ખેડૂતોમાં પ્રચલિત છે. જે સીરા (સાવંત ઈન્ટીગ્રેટેડ રાઈસ એગ્રોટેકનોલોજી) ના નામે પણ ઓળખાય છે. આદિવાસી ખેડૂતો આેછી આવકમાં આધુનિક ખેતી પધ્ધતિ અપનાવી શકતા નથી પરિણામે તેઆેનું ડાંગરનું ઉત્પાદન આેછું રહે છે.  આ ખેડૂતોને જો વૈજ્ઞાનિક ખેતીનો અભિગમ સમજાવી તે અપનાવવા માટે ભલામણ કરવામાં આવે તો તેઓ પોતાની ડાંગરની ખેતીને નફાકારક બનાવી શકે છે. આ માટે મહારાષ્ટ્રના ડો. એન. કે. સાવંત, કોંકણ કૃષિ  વિશ્વવિદ્યાલય,  દાપોલી અને મહાત્મા ફૂલે કૃષિ  વિશ્વવિદ્યાલય,  રાહુરીના સહયોગથી દશ વર્ષના સંશોધનના આધારે ડાંગરની સુધારેલી ખેતી પધ્ધતિ વિકસાવેલ છે. જેમાં મુખ્ય ચાર મુદ્દાઓનો સમાવેશ થાય છે.