ફેરરોપણી કરવા માટે ખેતરની ચારે બાજુ પાળા કરીને કયારી તૈયાર કરવી જેથી તેમાં પાણી ભરી શકાય. આવી કયારીમાં રોપણી પહેલાં ઉનાળમાં ઈક્કડનો લીલો પડવાશ (હેકટરે ૬૦ કિ.ગ્રા. પ્રમાણે બિયારણ લેવું) કરવો અથવા ૧૦ થી ૧પ ટન છાણીયું ખાતર જમીનમાં ભેળવી હળથી બે થી ત્રણ ખેડ કરી જમીન બરાબર સમતળ કરવી. ત્યાર બાદ વાવણી લાયક વરસાદ કે પિયત આપીને ક્યારીમા છીછરું પાણી ભરી દેવું. જમીનને સમતલ કરીને. ફેરરોપણીના આગળના દિવસે ક્યારીમા પાણી ભરી અને ઘાવલ કરવાથી લોહ અને ફોસ્ફરિક એસિડ જેવા પોષક તત્વોની પ્રાપ્તીમાં વધારો થાય છે તેમજ નત્રવાયુની કાર્યક્ષ્ાોમતા વધે છે. ઘાવલ કરવાથી છોડ જલ્દી ચોટી જાય છે, નિન્દણનો નાશ થાય છે તેમજ કયારીમાં નીચેનું પડ બંધાઈ જવાથી પાણીનો નિતાર ઓછો થવાથી પાણીની સપાટી જળવાઈ રહે છે.