NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી
જમીન અને જમીનની તૈયારી

 આ પાકને પાણીની વધુ જરૂરીયાત રહેતી હોવાથી ભેજ સંગ્રહ કરી શકે તેવી કયારીની કાળીથી મધ્યમકાળી જમીન વધુ માફક આવે છે. આમ છતા રેતી ગોરાડું, ડુંગરાળ વિસ્તારથી તથા આલ્કલીય જમીનમાં પણ ડાંગરની ખેતી કરી શકાય. ઓછા વરસાદ વાળા વિસ્તારમાં જયાં પાણી ભરાઈ રહે તેવી નિચાણ વાળી કાંપની જમીનમાં પણ આ પાક લઈ શકાય. વધુ ઉત્પાદન આપતી જાતો બટકી હોવાથી જે જમીનમાં પાણીનો ભરાવો ન થતો હોય અને જમીનની નિતાર શકિત સારી હોય તેવી મધ્યમ કાળી કયારાની બેસર જમીન વધુ અનુકૂળ આવે છે.