NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

  અનુવંશિક શુધ્ધતા

કોઈપણ પાકના બીજના જથ્થામાં જે તે જાતના બીજ સિવાય તેજ પાકની અન્ય જાતનાં બીજ ની ભેળસેળ ન હોય તેવા બીજને અનુવંશિક શુધ્ધ બિયારણ કહેવાય. અનુવંશિક શુધ્ધ બિયારણમાં જે તે જાતનાં બધા જ લક્ષણોની સુષુપ્ત અવસ્થામાં જળવાઈ રહેલા હોય છે. પાકની વૃધ્ધિ માટે પુરા પાડવામાં આવતા અન્ય સાધન સામગ્રીનો અને વાતાવરણીય પરિબળોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ કરવાની ક્ષમતા અનુવંશિક હોય છે અને તે બીજ સાથે એક પેઢીમાથી બીજી પેઢીમાં વહન થતી હોય છે. ડાંગરના પાકમાં જનિનિક શુધ્ધતાના ધોરણો ફાઉન્ડેશન બીજ માટે ૯૯% અને સર્ટીફાઇડ બીજ માટે ૯૮% ઓછામાં ઓછા બીજ પ્રમાણન નિયત થયેલા છે. અનુવંશિક શુધ્ધતની ચકાસણી કરવા માટે ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી પોતાના ગ્રો. આઉટ ટેસ્ટ ફાર્મ પર અથવા અન્ય રાજ્યના ફાર્મ પર સર્ટીફાઇડ અને ફાઉન્ડેશન બીજના પ્રતિનિધિત્વ ધરાવતા નમુનાઓ ઉગાડી જે તે જાતનાં લક્ષણોની ચકાસણી કરવામાં આવે છે.

જનિનિક રીતે શુધ્ધ બીજના ઉપયોગથી નીચેના ફાયદાઓ થાય છે.

  • જનિનિક શુધ્ધતાના કારણે બીજનો ઉગાવો અને પાકની વૃધ્ધિ એકસરખી થાય
  • ફૂલ આવવાનો અને પાકવાનો સમયે એકસરખો રહેતો હોવાથી ખેતી કાર્યોનો લાભ બધા જ પાકને એકસરખો મળે.
  • પાક સંરક્ષણના પગલાં અસરકારક રીતે લઈ શકાય.
  • પાક એકી સાથે પાકતો હોવાથી કાપણી કરવામાં અનુકૂળતા રહે.
  • ઉત્પાદનની ગુણવત્તા એકસરખી હોવાથી સારા બજાર ભાવ મળે.