NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

  ભૌતિક શુધ્ધતા

ભૌતિક શુધ્ધતા એટલે બિયારણમાં અન્ય પાક છોડના બીજ સિવાયના આવશેષો તેમજ એક જ પાકની અન્ય જાતનું મિશ્રણ ન હોય તેને ભૌતિક શુધ્ધતા કહેવાય છે. ભૌતિક રીતે શુધ્ધ બિયારણ લક્ષણિકતા નીચે મુજબ છે :

  • બિયારણના બધા જે બીજ એકસરખા કદ, આકાર અને વજન હોવા જોઈએ.
  • સંગ્રહાયેલ બીજમાં ભેજના ટકા દશ કરતાં ઓછા હોવા જોઈએ.
  • બીજને સંગ્રહાયેલ અથવા અન્ય વાતથી નુકશાન થયેલ ન હોવું જોઈએ.
  • બીજની સ્કુરણશક્તિ નિર્ધારિત ધારા ધોરણ મુજબ હોવી જરૂરી છે. કોઈપણ પાકનો બીજનો દર બીજની ન્યુનતમ જરૂરી સ્ફુરણશક્તિની ક્ષમતાના આધારે નક્કી થતો હોય છે, જ્યારે ધારા ધોરણથી ઓછી સ્ફુરણશક્તિ હોય તો એકમ વિસ્તારમાં પૂરતી છોડની સંખ્યા જળવાતી નથી, પરિણામે ઉત્પાદન ઓછું આવતું હોય છે.
  • બિયારણ હંમેશા ખાત્રીવાળું અને તાજું હોવું જરૂરી છે. જૂના બિયારણની ઉગવાની ક્ષમતામાં નોધપાત્ર ઘટાડો થતો હોય છે. ઘણી વખત વાવણી કરેલ બીજ ઉગતું પણ નથી અને પાક નિષ્ફળ જતો હોય છે.
  • ગુણવત્તાસભર બિયારણ જે તે પાકના અગત્યના રોગોના વાણુ/વિષાણુ/ફૂગનો ઉપદ્ધ્રવ હોય તો રોગમાં વૃધ્ધિ થાય છે અને ઉત્પાદનમાં ઘટાડો થાય છે.

ફાઉન્ડેશન બીજ તથા સર્ટીફાઇડ બીજ ડાંગરના બીજના ભૌતિક શુધ્ધતાના ધોરણો નીચે મુજબ છે.

અ. નં.

વિગત

ફાઉન્ડેશન બીજ

સર્ટીફાઇડ બીજ

૧.

ભૌતિક શુધ્ધતા (લઘુત્તમ)

૯૮ %

૯૮%

૨.

ઇનર્ટ મેટર (મહત્તમ)

૨%

૨%

૩.

અન્ય પાકના બીજ (મહત્તમ)

૧૦ બીજ / કિ.ગ્રા.

૨૦ બીજ / કિ.ગ્રા.

૪.

નીંદણનાં બીજ (મહત્તમ)

૧૦ બીજ / કિ.ગ્રા.

૨૦ બીજ / કિ.ગ્રા.

૫.

સ્ફુરણશક્તિ (લઘુત્તમ)

૮૦%

૮૦%

૬.

ભેજ (મહત્તમ) સામાન્ય પેકિંગ

૧૨%

૧૨%

 

 

             

ડાંગરનું  ર્ભૌતિક શુધ્ધ બિયરણ