સામાન્ય રીતે ૨૦-૨૫ દિવસની ઉમરનું ૪ થી ૬ પાન ધરાવતું ચિપાદાર ધરૂ રોપણી માટે ભલામણ કરવામાં આવે છે. મોટી ઉમરના ધરૂનુ રોપાણ કરવાથી ફૂટ ઓછી આવે છે તેથી ઉત્પાદન પણ ઓછુ મળે છે. ઓછી ઉમરના ધરૂનું રોપાણ કરવાથી રોપ્યા બાદ ધરૂ મરી જવાની શક્યતા વધે છે. જેને લીધે ક્યારીમાં ખાલા રહે છે.