NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

ડાંગરની ફેરરોપણીનું અંતર

ડાંગરની ફેરરોપણીનું અંતર અને એકમ વિસ્તારમાં છોડની સંખ્યા

ક્યારીને ઘાવલ કર્યાબાદ કાદવને સમારથી સમતલ કરવો સારી રીતે ઘાવલ કર્યાબાદ ડાંગરના ધરૂને બે હાર વચ્ચે ૨૦ સેંટીમીટર અને બે હાર વચ્ચે ૧૫ સેંટિમીટરના અંતરે એક થાણા દિઠ ૨ થી ૪ સિમાદાર ધરૂ રોપણ કરવું.  ક્ષારીય અને ભસ્મિક જમીનમાં  બે હાર વચ્ચે ૧૫ સેંટીમીટર અને બે હાર વચ્ચે ૧૦ સેંટિમીટરના અંતર રાખવું.

જો ડાંગરનું રોપણ ૨૦x૧૫ સેમીના અંતરે કરવામાં આવે તો એક એકરમાં ડાંગરના છોડની સંખ્યા ૧,૩૩,૩૩૩ અને એક ચો.મી. દિઠ ૩૩ છોડ આવશે. સંશોધન કેન્દ્ર પર લેવામાં આવેલા અખતરાને આધારે ફલીત થાય છે કે ડાંગરના વધુ ઉત્પાદન માટે એક ચોરસ મીટર જગ્યામાં ૨૫ થી ૩૩ થુંબડા (પ્લાન્ટ પોપ્યુલેશન) હોય તો ડાંગરનું ઉત્પાદન વધુ મેળવી શકાય છે.

        ડાંગરનો રોપણ ઓછું હોય તો ડાંગરના છોડને ફૂટ  વધુ આપે છે. પરંતુ એકમ વિસ્તારમાં ઉત્પાદન અસરકારક કંટીની સંખ્યા ઓછી હોય છે. સામાન્ય રીતે ડાંગરના એક થાણામા ૮  થી ૧૦  અસરકારક કંટી બેસે છે. આ ઉપરાંત આછા રોપાણને લીધે ક્યારીમાં ખાલી જગ્યા કે જ્યા સુર્યપ્રકશ જમીન પડતો હોય ત્યાં નિંદામણ વધુ થાય છે.

        જો ડાંગરનું રોપણ વધુ હોય તો છોડ દિઠ ફૂટની સંખ્યા ઓછી હોય છે. તેમજ સૂર્યપ્રકાશ અને હવા પુરતી મળી ન હોવાથી ડાંગરની ઉંચાઇ વધારે થાય છે.

                                

 

ડાંગરની રોપણી દરમિયાન અને રોપણી બાદ તરત જ લેવાની કાળજી

(૧) ડાંગર્ની ક્યારી એકદમ સમતલ કરવી જેથી ડાંગરની રોપાણી દરમિયાન આખી ક્યારીમાં ૨.૫ સેંટીમીટરની એકસરખી ઉંડાઈનું પાણી ભરી શકાય.

(૨) ડાંગરની રોપાણી ક્યારીમાં બે થી ત્રણ દિવસ પાણી ભરી રખવુ. ત્યાર બાદ પાણી નિતારી નાખવુ.

(૩) ૪  થી ૮ દિવસ ક્યારી ખલી રાખ્યા બાદ ફરીથી ક્યારીમાં ૫ સેંટીમીટરની એકસરખી ઉંડાઈનું પાણી ભરી રાખવુ.

(૪) ડાંગરનું ધરુ મોટુ હોય તો ધરુની ટોચના પાન ૪ થી ૫ સેંટિમીટર કાકી નાખવા.

(૫) ડાંગરની ફેરરોપણી બાદ ૩-૫ દિવસે હેકટરે ૫૦૦-૧૦૦૦ કિ.ગ્રા. તાજા અઝોલા પૂંખવા.