NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

  ડુંગરાળ પ્રદેશની માટે ફોસ્ફોરસ યુક્ત ખાતર

ડાંગરના પાકમા પ્રતિ હેક્ટરે 30 કિલો ફોસ્ફરસ તત્વ આપવાની ભલામણ છે. ફોસ્ફોરસ યુકત ખાતરો જેવા કે, ડી..પી. અથવા એસ. એસ. પી. ( સિંગલ સુપર ફોસ્ફેટ) ખાતરનો ઉપયોગ કરવો.

જો ફોસ્ફોરસ તત્વ ડીએપી (ડાય એમોનિયમ ફોસ્ફેટે) ખાતરના સ્વરુપમા આપવાનુ હોય તો હેક્ટરે ૬૫ કિલો (એકરે ૨૬ કિલો) અને એસ. એસ. પી. ( સિંગલ સુપર ફોસ્ફેટ) સ્વરુપમા આપવાનુ હોય તો હેક્ટરે ૧૮૭ કિલો (એકરે ૭૫ કિલો) કિલો પાયામા એટલે કે ઘવલ કરતી વખતે પૂખીને આપવુ.

ફોસ્ફોરસ તત્વ બિલકૂલ ચંચળ ન હોવથી તે જમીનમા જ્યા આપેલુ હોય ત્યા જ પડી રહેતુ હોઈ ફોસ્ફોરસ યુકત ખાતરનો તમામ જથ્થો પાયાના ખાતર તરીકે રોપણી પહેલાં ઘાવલ કરતી વખતે આપવો.

કયારીની જમીનમાં ડાંગરની ખેતીમાં વધુ ઉત્પાદન અને આર્થિક નફો મેળવવા માટે હેકટર દીઠ ર૦ કિ.્રા.ફોસ્ફરસ રગડા (સ્લરી) નાં રૂપમાં આપવાની ભલામણ છે. ફોસ્ફરસનો રગડો બનાવવા માટે એક ભાગ સિંગલ સુપર ફોસ્ફેટ, ર ભાગ જમીન અને ૩ ભાગ પાણીનું મિશ્રણ કરી રગડો તૈયાર કરવો અને તેને ૧ કલાક સુધી ઠરાવા દેવો. આ રીતે બનાવેલ રગડામાં ઘરૂના મૂળ અડધો કલાક ડુબાડવા (બોળીને) અને ત્યાર બાદ તેની ફેરરોપણી કરવી.