ડાંગરની કયારીને ઘવલ કરતા પહેલા સમતળ કરવી અને રોપણી માટે કયારીમાં ૧૦ થી ૧પ સે.મી. પાણી ભરી બે વખત સારી રીતે ઘાવલ કયરા બાદ રોપણી કરવી.
- રોપણી બાદ પ થી ૭ દિવસ સુધી કયરીમાં પાણી ભરી રાખવાથી ડાગરનું ધરૂ સારી રીતે ચોટી જાય છે. ત્યાર બાદ ર થી ૩ દિવસ માટે પાણીનો નિતાર આપવો.
- ડાંગરની ફેર રોપણીના એક અઠવાડીયા બાદ કયારીમાં બધે એક સરખુ ર થી ૩ સે.મી. જેટલું પાણી રાખવું
- ડાંગર રોપ્યા પછી પીલા ફુટે ત્યા સુધી (૩પ દિવસ સુધી) પાણીની ખાસ જરૂર હોય છે. આ માટે (ર સે.મી.) કયારામાં છબછબીયું પાણી રાખવું.
- ડાંગરમાં ફૂટ અવસ્થાએ વધુમાં વધુ ફૂટ મળે તે માટે ફેર રોપણીથી ૪૦ થી ૪પ દિવસ સુધી ૪ થી પ સે.મી. પાણી કયારીમાં જળવાય રહે તેની કાળજી રાખવી.
- વધુમાં વધુ ફૂટ મળ્યા બાદ ૩ થી ૪ દિવસ સુધી કયારીમાંથી પાણી નિતારી નાંખો અને ફરીથી પ સે.મી. પાણી ભરવું. આ રીતે નિતાર આપવાથી વધુ ફૂટ પર કંટી નીકળે છે આથી વધુ ઉત્પાદન મળે છે.
- કંટી નીકળવાના સમયે (પપ થી ૧૦૦ દિવસ સુધી) પણ પ થી ૭.પ સે.મી. પાણી કયારીમાં ભરી રાખવું. કંટી નીકળ્યા બાદ ર અઠવાડિયા સુધી પાણીની વધુ જરૂર રહે છે.
- જીવ પડવાની શરૂઆત થાય તે પહેલાં એટલે કે વહેલી પાકતી તથા તથા મધ્યમ મોડી પાકતી જાતો માટે ૩૦ થી ૩પ દિવસ વચ્ચે એકવાર પાણી કાઢી નાખી નિતાર આપવો. જયારે મોડી પાકતી જાતો માટે ૩પ થી ૪૦ દિવસ વચ્ચ્ અને પ૦ થી પપ દિવસ વચ્ચ્ એમ બે વાર પાંચ પાંચ દિવસનો નિતાર આપવાથી ઉત્પાદન વધારે મળે છે.
- દાણા દૂધે ભરાય ત્યાંથી (૮૦ થી ૧૦૦ દિવસ સુધી) દાણા પાકતા સુધી પાણીની ખેંચ ન પડે તેની કાળજી રાખવી
- દાણા પાકવા આવે ત્યારે દાણાનો રંગ પીળો થવા માંડે તે સમયે એટલે કે ડાંગર કાપણી પહેલા ૮ થી ૧૦ દિવસ કયારીમાંથી પાણી કાઢી નાંખવાથી પાક એક સાથે તૈયાર થાય છે અને ડાંગરની કાપણી સરળ બને છે . કંટીમાં બધા દાણા પીળા દેખાય ત્યારે કાપણી કરવાથી ચોખાની ગુણવત્તા સારી મળે છે.
|
|