રોપાણ ડાંગરમાં પ્રથમ ૧૦-૪૦ દિવસો નિંદણ સાથે સ્પધર્ા કરવામાં ખૂબ જ અગત્યના છે. આ સમયગાળા દરમ્યાન ખેતરને નિંદણમુકત રાખવું જોઈએ. નીંદણના બીજનો ખેતરમાં પ્રવેશ થઈ જાય અથવા તેનો ઉગાવો થયા બાદ વિવિધ પદ્ઘતિથી નીંદણ નિયંત્રણના પગલા લેવામાં આવે તેને પ્રતિરોધક ઉપાયો કહેવાય છે. આ પદ્ઘતિમાં નીંદણ નિયંત્રણને અસર કરતા પરિબળો જાણવા ખાસ જરૂરી છે જેથી ચોક્કસ નીંદણ માટે અમુક પરિસ્િથતિમાં કયા ઉપાયો વધુ અસરકારક થશે તે જાણી શકાય અને સહેલાઈથી નીંદણ નિયંત્રણ કરી શકાય.