-
દક્ષિણ તેમજ મધ્ય ગુજરાતની ખેત આબોહવા તેમજ પિયત સુવિધા પાક તેમજ ખાંડ ઉદ્યોગ માટે ખુબ જ અનુકુળ છે.
-
રાજયનો ખાંડ ઉદ્યોગ ૧૦૦ % સહકારી માળખામાં છે.
-
રસ્તાની સારી સગવડો તેમજ બંદરો નજીક હોવાથી ખાંડ નિકાસની તકો.
-
રાજયમાં ઓદ્યૌગીક વિકાસ સારો હોવાથી ઉર્જાની ખુબ જ માંગ રહેલી છે. જે ઈથોનોલ તેમજ બગાસ આધારીત વીજ ઉત્પાદનથી મેળવી શકાય.
-
તંદુરસ્ત ઓદ્યૌગીક વાતાવરણ.
-
પ્રગતીશીલ ખેડૂતો તેમજ સહકારી માળખામાં ખેત સામગ્રીની ઉપલબ્ધિ.
-
કૃષિ યુનિવર્સિટી તેમજ સહકારી ખાંડ મંડળીઓ દ્વારા બાયોકમ્પોસ્ટ, ટીસ્યુકલ્ચર, જૈવિક નિયંત્રણ તેમજ બીજ વૃધ્ધિ કાર્યક્રમ વિગેરેનો સઘન અમલ.
-
કૃષિ યુનિવર્સિટી દ્વારા વિવિધ ઉપયોગ માટે તેમજ જુદી જુદી ખેત આબોહવાને અનુકુળ જાતોની ભલામણ.
-
કેન્દ્ર તેમજ રાજય સરકાર દ્વારા નિદર્શનો તેમજ તાલીમની વ્યવસ્થા.
-
કૃષિ યુનિવર્સિટી દ્વારા શેરડીની ટકાઉ ખેતીની ભલામણો.
-
કૃષિ યુનિવર્સિટી, સરકાર તેમજ સહકારી ખાંડ મંડળીઓ દ્વારા ડ્રીપ, ટીસ્યુકલ્ચર વિગેરેનો સઘન અમલ.