શેરડી એ મહત્વનો રોકડીયો પાક છે. આ પાક આર્થિક, સામાજીક તેમજ સહકારી પ્રવૃતિઓમાં આગવું સ્થાન ધરાવે છે. આપણા દેશમાં ખેતી આધારીત કાપડ ઉદ્યોગ પછી બીજા ક્રમે ખાંડ ઉદ્યોગની ગણતરી થાય છે. શેરડીના પાકમાં બસો જેટલી જીવાતો નોંધાયેલી છે જેનો ઉપદ્રવ રોપણીથી કાપણી સુધી વધતા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આ જીવાતોના ઉપદ્રવને કાબુમાં લેવામાં ન આવે તો શેરડી ઉગાડતા ખેડૂતોને આર્થિક રીતે ઘણું નુકસાન થઈ શકે છે. ભારતમાં શેરડીના પાક ઉપર ૨૫૦ જેટલી જીવાતો નોંધાયલ છે, જેમાંથી ૧૦ જેટલી અગત્યની જીવતો છે. શેરડીના મુખ્ય રોગોને લીધે દેશમાં સરેરાશ ૧૦ થી ૧૫ % જેટલું ઉત્પાદન ઘટે છે. સરેસશ ખાંડની રીકવરી ૦.૫% થી ૨% સુધી ઓછી મળે છે. રોગો આવવાથી પ્રચલીત થયેલ ઉચ્ચ ગુણવત્તા વાળી જાતો વાવેતરમાંથી નાબુદ થાય છે દા.ત. સી.ઓ.સી.૬૭૧, સી.ઓ.સી.૭૦૭, સી.ઓ.૯૫૦૭૧.
સને ૧૯૯૦ના વર્ષમાં શેરડીનું સરેરાશ ઉત્પાદન પ્રતિ હેકટરે ૮૯ ટન જેટલું હતું જે હાલમાં ઘટીને સરેરાશ ૭૦ ટન પ્રતિ હેક્ટર થયેલ છે. આ ઉત્પાદન ઘટવા પાછળ ઘણા બધા કારણો હોય શકે છે. તેમ છતા રોગ-જીવાતનો ઉપદ્રવ પણ, ઉત્પાદનમાં ઘટાડવા પાછળનું કારણ છે. આમ ઉત્પાદક્તા ટકાવવા માટે રોગ-જીવાતને સમયસર નિયંત્રણમાં લેવી ખુબ જરૂરી છે.આ જીવાતોના ઉપદ્રવને કાબુમાં લેવામાં ન આવે તો શેરડી ઉગાડતા ખેડૂતોને આર્થિક રીતે ઘણું નુકસાન થઈ શકે છે.
શેરડીના પાકમાં નુકશાન જીવાતો
અ.નં.
|
જીવાતનું નામ
|
ઉત્પાદનમાં ઘટાડો
|
ખાંડ/ રીકવરીમાં ઘટાડો
|
૧
|
ડૂંખ વેધક
|
૯ %
|
રર-ર૩ %
|
૨
|
ટોચ વેધક
|
૧૮.પ-પપ %
|
૦.ર- ૪.૧ %
|
૩
|
મૂળ વેધક
|
૧૦-૧પ %
|
૦.૩ %
|
૪
|
આંતરગાંઠ વેધક
|
૪.પ-ર૮.૭ %
|
૦.૩૪-ર.૩ર %
|
૫
|
ભીંગડાવાળી જીવાત
|
૮.પ૪ %
|
૬.પ-૪૭ %
|
૬
|
સફેદમાખી
|
ર૦-રપ %
|
૩૦-૪૦ %
|
શેરડીમાં મુખ્યત્વે ત્રણ પ્રકારની જીવાતો- વેધકો, કે જે શેરડીના સાંઠાને અંદરથી કોરીને ખાય છે, ચૂસકો શેરડીના પાન અને સાંઠામાંથી રસ ચૂસીને નુકશાન પહોચાડે છે.જ્યારે ઉધઈ અને ઉંદર જમીન રહી નુકશાન કરી છે.