શેરડીના વેધકો સાંઠામાં દાખલ થઈ નુકસાન કરતા હોવાથી છોડ પર છાંટવામાં આવતી જંતુનાશક દવાઓ તેને કાબુમાં લેવા માટે પૂરતી અસરકારક નીવડતી નથી. આ ઉપરાંત શેરડીનો પાક ઉંચો થતો હોય તેમજ પ્રવાહી જંતુનાશક દવા છાંટવામાં મુશ્કેલી પડતી હોવાથી શેરડીની જીવાતોનું સંકલિત નિયંત્રણ કરવામાં આવે તે વધુ ઈચ્છનીય અને પોષણક્ષમ છે.