NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

ટુકડાનો સડો

આ રોગ સેરેસ્ટોસીસ્ટીસ પેરાડોક્ષા નામની ફુગથી થાય છે. આ રોગ મોટાભાગના શેરડી ઉગાડતા વિસ્તાર/દેશોમાં જોવા મળે છે. ચેપગ્રસ્ત ટુકડાનો વાવેતરમાં ઉપયોગ લેવામાં આવે તો અનુકુળ પરિસ્થિતિમાં અંકુરિત છોડનું મૃત્યુ થતા અને ખેતરમાં ખાલા પડે જેથી ઉત્પાદન પર માઠી અસર જોવા મળે છે.

આ રોગ પાકની બે અવસ્થાએ જોવા મળે છે. (૧) રોપેલ ટુકડામાં ટુકડાના સડા તરીકે (૨) ઉભા પાકમાં પાઇનેપલ ડીસીઝ તરીકે