- રોગિષ્ટ શેરડીના સાંઠાને ફાડીને જોતા અંદરનો ભાગ ઝાંખો લાલ થયેલ જોવા મળે છે.
- રોગિષ્ટ શેરડીના સાંઠાને ફાડીને જોતા તેમાંથી પાકા પાઇનેપલ જેવી સુગંધ આવે છે જેથી આ રોગને પાઇનેપલ ડીસીઝ તરીકે પણ
ઓળખવામાં આવે છે.
- રોગની તીવ્રતા વધુ હોય તો સાંઠાનો અંદરનો ભાગ સડીને કાળા રંગની ફુગનું વર્ધન કરે છે, જેના કારણે અંદરનો ભાગ કાળો થઇ જાય છે.
- રોગની તીવ્રતા વધતા પાકની પાછલી અવસ્થાએ સાંઠો પોલાણયુક્ત રેસાવાળો થયેલ જોવા મળે છે.