NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

    શેરડીના લામ પાકની ખેતીમાં ધ્યાનમાં રાખવાના મુદૃાઓ

. શેરડીના જડીયામાંથી નીચેની આંખોમાં અંકુર નીકળે તે માટે કાપણી જમીન સપાટીથી બરાબર સરખી રીતે કરવી જોઈએ. જો ખુંપરા રહી જવા પામે તો ખુંપરા જમીન લેવલે કાપી નાંખવા.

. પિયત આપ્યા બાદ વરાપ આવેથી શેરડીના જડીયાની બંને બાજુ હળથી ખેડ કરવી જોઈએ. વચ્ચેના ગાળામાં આંતરખેડ, ગાંધી એલન અગર ટ્રેકટર વડે કરવાથી મૂળ તૂટે છે અને હવાની અવર-જવર તથા નવા મૂળ ફૂટે છે. જે પોષક તત્વો વધારે પ્રમાણમાં ચૂસી પાકનાં વિકાસમાં મદદ કરે છે.

. શેરડીના લામનું આર્થિક રીતે વધુ ઉત્પાદન મેળવવા માટે આ પાકમાં જયાં પ૦ સે.મી. થી વધારે અંતરના ખાલા પડેલા હોય ત્યાં અગાઉથી ઉછરેલ જે તે જાતના એક આંખવાળા ધરુ અથવા તો લામ પાકનાં અંકુરીત  પીલા રોપી ખાલા પુરવા, તેમજ  તેને હેકટર દીઠ ૩૦૦ કિ.ગ્રા. નાઈટ્રોજન ત્રણ હપ્તામાં (રપ ટકા પાયાના ખાતર તરીકે, પ૦ ટકા બે થી ત્રણ મહિને, રપ ટકા પાળા ચઢાવતી વખતે) આપી તેને ૪-પ મહિને પાળા  ચઢાવવા(

 ૪. પ્રથમ લામ પાકને હેકટર દીઠ ૬ર.પ કિ.ગ્રા. ફોસ્ફરસ અને ૧રપ કિ.ગ્રા પોટાશ આપવો હિતાવહ છે .

. લામ પાક ત્રણથી ચાર માસનો થાય ત્યાં સુધી જરૂર મુજબ નિંદણ કરવું, આંતરખેડ કરવી તેમજ હળવા પાળા ચઢાવવા.

. પ્રથમ લામ પાક માટે કુલ ૧૩ પિયત આપવાની જરૂરીયાત છે.

. રોપાણ પાકનું ઉત્પાદન સંતોષકારક હોય તેમજ પાક રોગમુકત હોય તો જ લામ પાક લેવો જોઈએ.