NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

લામ પાક પધ્ધતિ (Multiple ratooning)

શેરડીમાં લામ પાક લેવાથી જમીનની તૈયારી માટેનો ખર્ચ, બિયારણ ખર્ચ, રોપણી ખર્ચ અને અન્ય ખર્ચમાં બચત થવાથી પાક ખર્ચમાં ૨૫ થી ૩૦ ટકાની બચત કરી શકાય છે. મોટા ભાગની સુગર ફેક્ટરીના પાક વિસ્તારમાં લામ પાક ૨૫ થી ૩૦ ટકા જેટલો હોય છે આમ પ્રતિ વર્ષ શેરડીના વાવેતર માટેના ૬૦-૭૦ ટકા વિસ્તારમાં રોપાણ લઇ શકાય છે.  આમ જમીનની સુધારણા માટેના જરૂરી અને સમયસરના લામપાક્ના ખેતકાર્યો જેવા કે જમીનની સપાટીથી જડીયાની કાપણી, નકામા જડીયાની કાપણી, ખાલા પુરવા, વહેલા ખાતરની પુર્તિ, ક્લોરોસીસ કંટ્રોલ અને રોગ-જીવાતનું મેનેજમેન્ટ સાથે લામ પાકની અનુકુળ જાતો દ્વારા લામ પાકમાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે. એક આંખના રોપ ફેરરોપણી દ્વારા વધુ લામ પાક પધ્ધતિ સરળતાપુર્વક લઇ શકાય. રોપાણ પાકની સરખામણીમાં લામપાકમાં જમીનની તૈયારી ખર્ચ, બિયારણ ખર્ચ અને ફેરરોપણી ખર્ચમાં બચત થવાથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરી શકાય છે. સબ સરફેસ ટપક પિયત પધ્ધતિનો ઉપયોગ જરૂરી હોવાથી વધારાનો ઇનપુટ ખર્ચ થઇ શકાતો નથી. લામ પાક લેવાથી સુગર ફેકટરીની પિલાણ સિઝનમાં વહેલી પાકતી જાતોથી ફાયદો થઇ શકે છે. સામાન્ય રીતે લામ પાકમાં રોપાણ પાક કરતાં ઉત્પાદન ઓછું જોવા મળે છે. દક્ષિણ ગુજરાતના શેરડી વાવેતર વિસ્તાર માટે લામ પાક માટે CoN 05071, CoN 13071, CoN 13072, Co 86002, Co 99004 વિગેરે જેવી જાતો પ્રચલિત છે.