શેરડીનું વાનસ્પતિક પ્રજનન થતું હોવાથી બિયારણ તરીકે શેરડીના સાંઠા ઉપયોગ થાય છે. બિયારણ તરીકે શેરડીના સાંઠા ઉપયોગ થતો હોવાથી શેરડીની જે તે જાતના જનીનિક લક્ષણોમાં કોઈ બદલાવ આવતો નથી. આથી જ્યારે શેરડીનો નવો પાક ઉગાડવાનો થાય ત્યારે અગાઉના પાકના સાંઠનો બિયારણ તરીકે શેરડીના સાંઠા ઉપયોગ કરવામાં આવે તો પણ જે તે જાતના ઉત્પાદન સહીત જનીનિક લક્ષણોમાં કોઈ બદલાવ આવતો નથી. જો તમે તમારા અગાઉના પાકમાંથી બિયારણ પસંદગી કરવાના હોવ તો રોગ-જીવાત મુક્ત બિયારણ ની પસંદગી કરવી. જો અન્ય સ્ત્રોત પાસેથી બિયારણ કરવાનું હોય તો વિશ્વાસપાત્ર વ્યક્તિ અથવા સંસ્થા પાસેથી ખરીદવું.
(૧) મિત્ર અથવા સબંધી
(૨) પ્રગતિશીલ અને પ્રમાણિક ખેડૂત
(૩) સુગર મિલ
(૪) શેરડી સંશાદન કેન્દ્ર
(૫) સરકાર માન્ય બિયારણ ઉત્પાદકો