NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

શેરડીના પાકમાં પિયત વ્યવસ્થાપન

શેરડી લાંબા ગાળાનો અને વધુ બાયોમાસ ધરાવતો પાક હોવાથી ૧૫૦૦ થી ૨૫૦૦ મી.મી. પાણીની જરૂરિયાત રહે છે. કોઈપણ પાકને ક્યારે, કેટલું અને કઈ રીતે પિયત આપવું તેનો આધાર તે વિસ્તારનું હવામાન, જમીન અને પાકની જાત પર નિર્ભર છે. શેરડીમાં વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ પાણી આપવાથી પાણીની કાર્યક્ષમતા તથા પાણીની બચત કરી શેરડીનું વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

ગુજરાતની કાળી જમીનમાં શેરડીના પાકને ૧૪ પિયત જરૂરી બને છે. જેમાં ૨૨ થી ૨૫ દિવસના ગાળે શિયાળામાં અને ૧૪ થી ૧૮ દિવસના મુજબ ૧૫ થી ૨૦ મીટરના અંતરે ઢાળિયા બનાવી નીકોનો પોણા ભાગ ભરાય તેટલું પાણી આપવું. એકાંતરે પાળિયા પિયત પદ્ધતિથી ૪૦ ટકા જેટલા પિયત પાણીની બચત થાય છે.

શેરડીના પાકને એકાંતરે નીક-પાળામાં પિયત આપવાની સાથે શેરડીની સુકી પતારીનું હેકટરે ૧૦ ટન પ્રમાણે જમીન પર આવરણ કરવું. જેથી ૩૯ ટકા જેટલા પિયતનાં પાણીનો બચાવ થઈ શકે. સામાન્ય રીતે ખેડુતો આખા ખેતરમાં સળંગ પાણી આપે છે. તે પધ્ધતિ બરાબર નથી. પરંતુ ખેતરના ઢાળને લક્ષમાં લઈ ૧પ થી ર૦ મીટરનાં અંતરે પિયત ધારિયા આપી ૩/(પોણાભાગની) નીક ભરાય (૮૦ મી.મી.) તેટલું જ પિયત આપવું. દરેક ખેતરમાં નીચાણવાળા ભાગમાં નિતાર નીકની વ્યવસ્થા કરવી.

કાળી જમીનમાં શેરડીનાં રોપાણ પાકને ૧૪ પિયત આપવાની ભલામણ કરવામાં આવે છે. આ પિયત શિયાળામાં રર થી રપ દિવસનાં ગાળે અને ઉનાળામાં ૧૪ થી ૧૮ દિવસના ગાળે આપવા. જયારે પ્રથમ લામ પાકને ૧૩ પિયત, શિયાળામાં રર થી રપ દિવસનાં ગાળે અને ઉનાળામાં ૧પ થી ર૦ દિવસનાં ગાળે  આપવા.

શેરડીના પાકને એકાંતરે નીક-પાળામાં પિયત આપવાની સાથે શેરડીની સુકી પતારીનું હેકટરે ૧૦ ટન પ્રમાણે જમીન પર આવરણ કરવું. જેથી ૩૯ ટકા જેટલા પિયતનાં પાણીનો બચાવ થઈ શકે. સામાન્ય રીતે ખેડુતો આખા ખેતરમાં સળંગ પાણી આપે છે. તે પધ્ધતિ બરાબર નથી. પરંતુ ખેતરના ઢાળને લક્ષમાં લઈ ૧પ થી ર૦ મીટરનાં અંતરે પિયત ધારિયા આપી ૩/(પોણાભાગની) નીક ભરાય (૮૦ મી.મી.) તેટલું જ પિયત આપવું. દરેક ખેતરમાં નીચાણવાળા ભાગમાં નિતાર નીકની વ્યવસ્થા કરવી.

શેરડીમાં ટપક પિયત પદ્ધતિ અપનાવતા ખેડૂતોએ શેરડીનું જોડીયા હારમાં વાવેતર કરવું. ટપક પદ્ધતિ દ્વારા ખર્ચામાં ૪૦ ટકાની બચત કરી શકાય છે, ટપક પદ્ધતિ ચલાવવાનો સમય એક દિવસના અંતરે ૪૬ થી ૫૨ મિનિટ ઓક્ટોબરથી માર્ચ દરમ્યાન ૬૦ થી ૮૨ મિનિટ એપ્રિલ-જૂન દરમ્યાન તથા ૩૪ થી ૪૬ મિનિટ જુલાઈથી સપ્ટેમ્બર દરમ્યાન અને પ્રતિ કલાકે ૪ લિટરનું ડ્રીપર ચલાવવું. ટપક પદ્ધતિ દ્વારા રોપણી બાદ એક મહિનાના અંતરે પાંચ સરખા હપ્તામાં (૩૦-૧૨.-૧૨.) ના.ફો.પો. કિ.ગ્રા./હે. આપવું જેથી ૫૦% ખાતર અને ૪૦% પિયતનો. બચત કરી શકાય છે.