NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

કાપણી અને કાપણી બાદની પ્રક્રિયા

ડાંગરના પાકમાં કાપણી નો સમય ખાસ સાચવવો છોડના ઉપરના પાન પુરા સુકાયા ન હોય પરંતુ કંટીમાં દાણા કઠણ બન્યા બાદ તેનો રંગ પીળો દેખાય ત્યારે ડાંગર કાપવી. કાપણીનો સમય જાળવવાથી ડાંગરના દાણા ખરી પડવાનો અને ડાંગરમાં કણકીનું પ્રમાણ ઘટે છે. સામાન્ય રીતે ડાંગરના પાક માંથી કંટી નિકળ્યા બાદ (ફુલ ખીલ્યા બાદ) રપ દિવસે ડાંગરનો પાક લણવાને લાયક બને છે. જેથી આ સમયે ડાંગરની સમયસર કાપણી કરવાથી ડાંગર (હેડ રાઈસ) નું પ્રમાણ વધુ મળે છે. ડાંગરને સામાન્ય રીતે સૂર્યના તાપમાં સુકવવાની પ્રથા ખેડૂતો અપનાવે છે. સંગ્રહ વખતે દાણામાં ૧૦ થી ૧ર ટકા કરતા વધુ ભેજ ન હોવો જોઈએ. કાપણી સમયે સૂકવવાની રીત તથા સંગ્રહ કરવાની રીત ઉપર ડાંગરના મિલીંગ વખતે આખા અને ભાંગેલ ચોખાના પ્રમાણનો આધાર રહેલો છે.