NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

  ડાંગરની ઝુડણી

કાપણી સમયે પુળા સુકાવા દઈ ગંજી કરી દેવા અથવા તરત જ ઝૂડી લેવા. કાપણી સમયે સુકવવાની રીત તથા સંગ્રહ કરવાની રીત ઉપર ડાંગરના મીલીંગ વખતે આખા અને ભાંગેલા ચોખાના પ્રમાણનો આધાર રહેલો છે. જો પૂળા વધુ સમયે તાપમાં રહેવા દેવામાં આવે તો ચોખા કાઢતી વખતે કણકીનું પ્રમાણ વધી જાય છે તથા ચોખાનો ઉતાર ઓછો આવે છે. ડાંગરનો પાક સુકાવ્યા બાદ  લાકડાનાં  પાટીયા સાથે પૂળા ઝુડી બળદથી અથવા ટ્રેકટરથી પગર કરીને ડાંગર છૂટી  પાડવા. થ્રેશરની મદદથી સુકા પુળીયામાંથી દાણાં સહેલાઈથી જુદા પાડી શકાય છે. જેમાં પુળિયાંની ગુણવત્તા સારી જળવાય છે. આધુનિક સમયમાં ડાંગરની કાપણી કમ્બાઈન હર્વેસ્ટરથી કરવામાં આવે તો સમય અને મજુરી ખર્ચ ઓછો લાગે છે.