NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

  ડાંગરની કાપણી

ડાંગરની નફાકારક ખેતી માટે માટે ડાંગરની ઉત્પાદકતા અને ગુણવત્તા ખુબજ અગત્ય મુદ્દા છેડાંગરના પિલાનથી મળતા ચોખાનો અમુક ભાગ ખાવામાં ઉપયોગમાં લેવાય છે. જ્યારે વધારાનો જથ્થો આંતરિક અને આંતરાષ્ટ્રિય બજારમાં વેચાણ કરવામાં આવે છે. આ માટે ચોખાની ગુણવત્તા જળવાય તે અત્યંત જરૂરી છે. ડાંગરની  ગુણવત્તા પર તેને કાપણી અને કાપની બાદનાં પ્રસંસ્કરણ કાર્યોની સીધી અથવા આડકતરી અસર જોવા મળે છે.

ડાંગરને પરિપકવ થયા બાદ વધુ ઉભી રહેવા દેવાથી કાપણી વખતે દાણા ખરી પડે છેઉપરાંત ડાંગરના દાણાનો રંગ ફિકકો તથા વધુ કઠણ અને રેસાયુકત થવાથી ડાંગરની ગુણવત્તા ઉપર ખરાબ અસર થાય છે. ડાંગર પરિપકવ થયા બાદ વધારે સમય તાપમાં રહેવાથી અને ભેજ  ઓછો દાણામાં તીરાડો પડે છે. જેથી પીલાણ સમયે દાણા તુટવાનુ પ્રમાણ વધે છે અને ઉતારો ઓછો આવે છેપક્ષી, ઉંદર વગેરેથી નુકશાન કરતાં ઉપજ ઘટે છેજ્યારે ડાંગરની કાપણી જયારે વહેલી કરવામાં આવે છે ત્યારે કંટીમાં દાણો ભરાતો નથી જેથી ઉત્પાદન ઓછું મળે છે અને ફોતરી દૂર કરવી મુશ્કેલ બને છેઆમ ડાંગરની કાપણીથી વધુ પડતી મોડી કે વહેલી કરવાથી તેની ગુણવત્તા અને ઉત્પાદન  બંને દ્રષ્ટિએ નુકશાન થાય છે.