NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

ડાંગરની મૂખ્ય અને ગૌણ પેદાશનું મૂલ્યવર્ધન

ડાંગરના પાકમાંથી મૂખ્ય પેદાશ તરીકે તેમાંથી નીકલતા ચોખા અને ગૌણ પેદાશ તરીકે  ડાંગરનું પરાળ મળે છે. ચોખાનો મુખ્યત્વે ખોરાક તરીકે ઉપયોગ કરવામં આવે છે જ્યારે ડાંગરનાં પરાળનો  ઉપયોગ પશુ આહાર તરીકે થાય છે. સામાન્ય રીતે ચોખાને રાંધી ભાત, પુલાવ, ખીચડી, ખીર, વગેરે  અથવા તો ચોખાને દળવાથી મળતા લોટ માંથી વિવિધ વનગીઓ બનાવીને ખોરાક તરીકે ઉપયોગ કરવામં આવે છે.

ડાંગરનાં પાકમાંથી મળતી ડાંગરનું પીલાણ કરવાથી ઉપરનું ફોતરુ અને ચોખા છુટા પડે છે. ડાંગરમાથી મળેલા ચોખાને પોલીશ કરવાથી ચોખા ઉપરનું પાતળુ આવરણ દૂર થતા ચળકતા સફેદ ચોખા તૈયાર થાય છે અને ઉપપેદશ બ્રાન (ચોખા ઉપરનું પાતળુ આવરણ) મલે છે જેમાંથી બ્રાન ઓઈલ કઢવામાં આવે છે. સામાન્ય રીતે ૧૦૦ કિલો ડાંગરનું પીલાણ કરવાથી નીચે મુજબના ઘટકો મળે છે:

                               

 

ડાંગરના પિલાણથી મળતા આખા ચોખા મળે છે. ડાંગરની જાત મુજબ ચોખા પાતલા, ઝીણા, ઝાડા હોય છે. સામાન્ય રીતે તમામ જાતના આખા પાતળા અને ઝીણા ચોખા ભાત, બીરીયાની, પૂલાવ, ખીર, ખીચાડી  વગેરે બનાવી ખાવાના ઉપયોગમાં લેવાય છે. આ ઉપરાંત ચોખા અને તેની આડપેદાશો, ખાસ કરીને આખા ઝાડા ચોખા, કુસકિ, ભાંગેલા  ચોખાના દાંણા, વગેરેનું મુલ્યવર્ધન કરી તેમાથી વિવિધ ખાવા યોગ્ય તથા ઔધ્યોગિક પેદાશો બનાવવામાં આવે છે. ચોખા અને તેની આડપેદાશોમાંથી બનાવવામાં આવતી કેટલીક મૂલ્યવર્ધિત ઊત્પાદનો આ મુજબ છે: