કાળા માથાવાળી ઈયળ:
---------------
આ જીવાતનો ઉપદ્રવ સામાન્ય રીતે આખા વર્ષ દરમ્યાન વધતા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ ચોમાસું ૠતુ (જુલાઈ થી સપ્ટેમ્બર) દરમ્યાન તેનો ઉપદ્રવ વધારે જોવા મળે છે. શિયાળું ૠતુમાં તેનો ઉપદ્રવ ઘટીને સાધારણ રહે છે જયારે ઉનાળું ૠતુમાં માર્ચથી એપ્રિલ દરમ્યાન ઉપદ્રવ વધે છે અને મે મહિના પછી ઉપદ્રવ નહિવત રહે છે. આ જીવાતનું જીવનચક્ર ચોમાસું, શિયાળું ઉનાળું ૠતુ દરમ્યાન અનુક્રમે ૩પ.૬, ૪૪.૮ અને ૬૧.૧ દિવસનું હોય છે. આ જીવાત ઈયળ અવસ્થામાં પાનની પટ્ટીમાં નીચે બોગદાં જેવું ઉધઈની માફક બનાવી પાનનો લીલો ભાગ ખાઈ જાય છે અને ઉપદ્રવનું પ્રમાણ વઘી જાય તો પાન સફેદ રંગના થઈ જાય છે અને ભારે ઉપદ્રવના સમયે ફળનું કદ નાનું રહેવું,ખરી પડવા વગેરે પ્રશ્નો ઉભા થાય છે.
નિયંત્રણ:
------
- ઉપદ્રવવાળા પાન અથવા પાનની પટ્ટીઓ કાપી ઈયળો સહિત તેનો નાશ કરવો.
- બગીચામાં નિયમિત પિયત આપવાથી ઉપદ્રવ ઓછો કરી શકાય છે.
- હાઈબ્રીડ જાત (ટી × ડી), દેશી ઊંચી જાત (વેસ્ટ કોસ્ટ ટોલ) અને હાઈબ્રીડ જાત (ડવાર્ફગ્રીન ડી × ટી) માં ઉપદ્રવ ઓછો રહે છે.
- નાની ઉંમરની નાળિયેરીમાં જીવાતનો ઉપદ્રવ ઓછો જણાય ત્યારે ડીડીવીપી (ડાયકલોરોર્હાસ) ૦.૦ર% (૧૦ લીટર પાણીમાં ૧૦ મી.લી. દવા) અથવા ફોઝેલોન ૦.૦૭ ટકા (૧૦ લિટર પાણીમાં ર૦ મિ.લિ. દવા) દવાનો છંટકાવ કરવો.
- ઈયળની પરજીવી, ગોનીયોઝસ નાળિયેરીના બગીચાઓમાં મોટી સંખ્યામાં છોડતા, ઈયળના પરજીવીઓથી આશરે ૩૦ ટકા અને કોશેટાની પરજીવીઓથી ર૦ ટકા કરતા વધારે પરજીવીકરણ જોવા મળેલ છે.