ગેંડા કીટક:
-------
આ કીટક ખાસ કરીને નવા નીકળતા પાનની નીચે (થડમાં) કાણું પાડી પાનને ચાવી નાખે છે તથા કૂચા બહાર કાઢે છે. જયારે પાન બહાર નીકળે ત્યારે પંખા જેવા આકારાનું કપાયેલું જોવા મળે છે. નાના ઝાડમાં આ કીટકનો ઉપદ્રવ વધુ જોવા મળે છે.
નિયંત્રણ:
-----
(૧) થડમાં કાણાવાળા ભાગમાં ત્રાક આકારનો સળીયો નાખી કીટકને બહાર કાઢી નાશ કરવો.
(ર) કાણામાં કીટકનાશક દવા (કલોરપાઈરીફોસ ર૦% ઈ.સી ) નાખી બંધ કરી દેવું.
(૩) બગીચો ચોખ્ખો રાખવો કારણ કે આ કીટક સડી ગયેલ કચરાના ઢગલામાં વંશવૃધ્ધ કરે છે.
(૪) ખાતરના ખાડામાં ૧પ થી ર૦ દિવસે ર ટકા પેરાથીઓન પાઉડરનો છંટકાવ કરતા રહેવો.
(પ) પ્રકાશપિંજરનો ઉપયોગ કરી કીટકોનો નાશ કરવો.