રેડ પામ વીવીલ :
------------
થડમાં કાણાં, કોફી રંગનું દ્રાવણ ઝરતું હોય અને ચાવેલ કુચા જોવા મળે તો તે રેડ પામ વીવીલનું નુકસાન સૂચવે છે.વધુ ઉપદ્રવમાં પાન પીળારંગના થઈ પડી જાય છે.
નિયંત્રણ: ઉપદ્રવીત ઝાડને કાપીને દૂર કરવા. આવા ઝાડને ફાડીને સળગાવી મૂકવા જેથી જીવાતનો નાશ થાય. ઝાડને ઈજા થતી અટકાવવી કારણકે આવી જગ્યાએ આ કીટક ઈંડા મુકે છે. કલોરપાયરીફોસ ૦.૦પ ટકા (૧૦ લીટર પાણીમાં રપ મી.લી. દવા) નો છંટકાવ કરવો. પાન કાપતી વખતે પર્ણદંડ એક મીટર રહેવા દઈ કાપવું. ફેરામોન ટ્રેપથી કીટકને આર્કષીને મારી નાખવા.