ગુલછડીનો પાક બે થી ત્રણ વર્ષ સુધી એક જ જગ્યાએ રહેતો હોવાથી જમીનની તૈયારી ખાસ જરૂરી છે. તે માટે ટ્રેકટરથી ઊંડી ખેડ કરી જમીન તપવા દેવી. ત્યારબાદ સમાર મારી ઢેફાં ફોડી ભરભરી જમીન તૈયાર કરવી. સારૂં કોહવાયેલું છાણિયુ ખાતર હેકટરે ર૦ થી ૩૦ ટન જમીનમાં રોપણીના એક માસ પહેલાં ભેળવવું. ત્યારબાદ પિયત આપી યોગ્ય માપના કયારા બનાવી રોપણી કરવી. ભારે કાળી જમીનમાં નીકપાળા કે ગાદી કયારા ઉપર રોપણી કરવી જોઈએ.