ગુલછડીના ફૂલ સિંગલ જાતના કટ ફલાવર્સ ૧૦ થી ૧ર દાંડીની ઝૂડી બનાવી બજારમાં મોકલાય છે. કેળના પાનમાં વિંટાળીને મોકલવાથી ભેજ જળવાય છે. એક ઝૂડીના રૂા.૬ થી રૂા. ૧૮ સુધી મળે છે. ફૂલોને રંગીન કરી (લાલ, પીળા, વાદળી વગેરે) વેચવાથી ભાવ સારો મળે છે. તે માટે ફૂલોને ૦.૩%ના મીઠાઈ અથવા આઈસ્ક્રીમમાં વપરાતા ખાદ્ય રંગના પાઉડરના દ્રાવણમાં ૬ થી ૯ કલાક દાંડીને કાપ્યા પછી નીચેના ભાગને બોળી રાખવાથી રંગીન ફૂલોવાળી દાંડી મળે છે.