જર્બેરાની સફળ ખેતી માટે જમીન અથવા માધ્યમની પસંદગી મહત્વનું પરીબળ છે. મુખ્ય ત્રણ પરીબળો નીચે મુજબ છે. જમીન અથવા માધ્યમનો અલ્મતા આંક ( પી.એચ.) પ.પ થી ૬.પ હોવો જોઈએ, સામાન્ય રીતે પી.એચ. આંક ૬.પ આસપાસ હોય તો પોષકતત્વની ઉપલબ્ધતા સારી હોય મૂળ દ્વારા શોષણ સારૂ થાય છે. જમીન અથવા માધ્યમની વિદ્યુત વાહકતા (ક્ષારીયતા)નું ૧.૦ ડીએસએમ/સે.મી. થી વધારે ન હોવો જોઈએ. મૂળનો વિકાસ સારી રીતે થઈ શકે તેવી જમીન અથવા માધ્યમ હોવું જોઈએ. મૂળ પ૦ થી ૭૦ સે.મી.ની ઊંડાઈ સુધી જઈ શકે તેવી જમીન અથવા માધ્યમ તૈયાર કરવા.