માધ્યમ નિર્જિવીકરણ (જીવાણુ રહિતતા) :
જર્બેરાના છોડ રોપતા પહેલા જમીન અથવા માધ્યમને જીવાણુ મુકત કરવું ખૂબ જરૂરી છે. મુખ્યત્વે, ફયુઝેરીયમ, ફાઈટોપ્થોરા, અને પીથીયમ નામની ફૂગોથી જમીન અથવા માધ્યમ મુકત હોવું જોઈએ. જે છોડના કોહવારાના રોગ માટે જવાબદાર છે. ફોર્મેલીન ૭.પ-૧૦ લી./૧૦૦ ચો.મી. શુધ્ધ રસાયણ ૧૦ ગણા (૭પ-૧૦૦ લીટર) ચોખ્ખા પાણીમાં ઓગાળી જમીનમાં છંટકાવ કરવો અથવા ગાદી કયારા પર મૂળમાં આપવું જોઈએ. ત્યારબાદ ૭ દિવસ સુધી પ્લાસ્ટીકના કવરથી ઢાંકી રાખવું. ત્યાર બાદ જમીન અથવા માધ્યમ પરથી પ્લાસ્ટીકનું કવર દૂર કરી, તે માધ્યમમાં ૧૦૦ લી. પાણી/ ૧ ચો.મી. વિસ્તારમાં રેડવું, જેથી છોડને નુકશાનકારક રસાયણ માધ્યમમાં નીચે ઉતરી જાય. આ પ્રક્રિયા કર્યા બાદ બે અઠવાડિયા પછી છોડની રોપણી કરવી જોઈએ.