જર્બેરાના પાક માટે યોગ્ય માધ્યમની પસંદગી ખૂબ મહત્વની છે. માધ્યમનો અલ્મતા આંક ૬.પ થી ૭.૦ ની આસપાસ હોવો જોઈએ, જેથી છોડને જરૂરી પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે. જર્બેરાના પાક માટે માધ્યમ સેન્દ્રીય તત્વોથી ભરપૂર અને સારી નિતાર શકિત ધરાવતું હોવુ જોઈએ. જર્બેરા સામાન્ય રીતે ગાદી કયારા (રેઈઝ્ડ બેડ)પર રોપવામાં આવે છે. આ કયારામાં વધારાના પાણીનો સારી રીતે નિકાલ થઈ શકે છે. ગાદી કયારા નીચેના પ્રમાણે બનાવવામાં આવે છે.”
કયારાની ઉંચાઈ: ૧.પ ફૂટ (૪પ સેમી.)
કયારાની પહોળાઈ: ર ફૂટ (૬૦ સેમી.)
બે બેડ વચ્ચેનુ અંતર: ૧ ફૂટ (૩૦ સેમી.)
છોડ રોપવા માટે ગાદી કયારા કેવા હોવા જોઈએ?
હવાની અવર જવર સહેલાઈથી થઈ શકે, પાણીનો નિકાલ સારી રીતે થઈ શક, સારી નિતારશકિતવાળા હોવા જોઈએ, જે માટે નાના કાંકરા, રેતી પણ પાયામાં ઉમેરી શકાય છે. સેન્િદ્રય (છાણિયું ખાતર, કમ્પોસ્ટ) ખાતર પણ જમીનની ફળદ્રુપતા વધારવામાં મદદ કરે છે. જમીન હંમેશા પોચી અને ભરભરી હોવી જોઈએ. આ માટે સેન્દ્રીય (કમ્પોસ્ટ) ખાતરનું મિશ્રણ કરવામાં આવે છે. કયારા ઉપર ચાલવું જોઈએ નહી. જો કયારા પર ચાલવામાં આવે તો ઘણી વખત કયારા દબાણથી સખત થઈ જાય છે. જેથી કયારામાં ચાલવું જોઈએ નહી.