Navsari Agricultural University
છોડ રોપ્યા બાદ ગ્રીનહાઉસને ગરમ અને ભેજવાળું રાખવું, જેથી તે ઝડપથી વધી શકે. ભારે સૂર્યપ્રકાશવાળા સમયે નાના છોડ ઉપર પાણીનો છંટકાવ કરવો, જેથી છોડ મરવાનું પ્રમાણ ધટાડી શકાય. આંખ કલમવાળા છોડમાં ચાર અઠવાડિયા બાદ ફૂલની કળી (વટાણા જેવડી) આવશે જેને તોડી નાંખવી જેથી છોડનો વિકાસ સારો થઈ શકે.
માળખાગત સ્ટ્રકચર ઉભુ કરવું:
સારી ગુણવત્તાવાળા ફુલોના ઉત્પાદન માટે છોડનું મજબુત માળખુ ઉભુ કરવું ખૂબ જરૂરી છે.
છોડને આરામ આપવો:
જુન- ઓગષ્ટમાં જયારે છેલ્લા ફૂલની કાપણી થાય ત્યારબાદ ખાતર અને પાણી બંધ કરવા. જમીનની જાત પ્રમાણે ૪ થી ૮ અઠવાડિયા આરામ આપવો. મોટા ભાગના પાન ખરી જશે. અને છોડને ૩૦-૬૦ સે.મી. જમીન ઉપર રહે તે પ્રમાણે છાંટણી કરવી. ત્યારબાદ પિયત અને ખાતર આપવું નવા પીલાઓને સખત તાપથી રક્ષણ આપવા છાયડો કરવો.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.