અ) છોડને ટેકા આપવા: કયારાની બંન્ને બાજુએ ૩ મીટરના અંતરે ટેકા રોપવા જેના ઉપર ૩૦-૪૦ સે.મી. ના અંતરે ગેલ્વેનાઈઝડ વાયર કે પ્લાસ્ટીકની દોરીથી છોડને ટેકો આપવો.
બ) વધારાની કળી ચૂંટવી (ડીસબડીંગ): મુખ્ય કળીની નીચેની બાજુની વધારાની કળીઓને તોડી લેવી, જેથી મુખ્ય ફુલના કદમાં અને ગુણવત્તામાં વધારો થાય છે.
ક) છોડના વિકાસમાં અવરોધરૂપ પીલા કાપવા.
ડ) કયારાને સરખા કરવા એટલે કે ગાદી કયારાની જમીન રસ્તા ઉપર આવી ગયેલ હોય તો વધારાની જમીનથી સરખા કરવા.