ગુલાબની ખેતી જયારે ગ્રીનહાઉસમાં થતી હોય ત્યારે બેંન્ડીગ પ્રક્રિયા ખૂબજ મહત્વની છે. ગુલાબના છોડ પર રહેલા પાંદડાઓ કાર્બોહાઇડ્રેટનું ઉત્પાદન કરે છે અને આ પાંદડા છોડના ફેફસાં કહેવાય છે. અહી તમારે આંખ વગરની દાંડીઓને નીચેથી ઉપર પ સે.મી.થી વાળવાની (બેંન્ડ કરવાની) હોય છે. અને ખાસ ધ્યાન રાખવુ કે તે સમયે છોડની દાંડી તુટી જાય નહી. આથી પ્રથમ ૪પ૦ અને ત્યારબાદ ૯૦૦ના ખૂણે છોડની દાંડી વાળવી. આમ કરવાથી જે આંખ વગરની દાંડી હોય તેનો વિકાસ અટકે છે અને તેમા રહેલો ખોરાક બીજી કળીવાળી દાંડીને મળે છે.
� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved
Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.