ગુલાબના ફૂલોની કાપણીની અવસ્થા જાત પ્રમાણે નકકી થાય છે. લણણી બજારની માંગ અને ખેતરથી તેનું અંતર અથવા નિકાસ બજાર પ્રમાણે નકકી થાય છે.લણણી બાદ, જયારે ગુલાબ ગ્રાહક પાસે પહોચે ત્યારે બરાબર ખીલવું જોઈએ. જો ફૂલની કળી ખોટી અવસ્થાએ કાપવામાં આવે તો ફુલદાનીમાં બરોબર ખુલતી નથી. લણણી સમયે એક થી બે પાકા પાન છોડ ઉપર રહેવા જોઈએ. વહેલી સવારમાં ફૂલો ઉતારવા જોઈએ. ફૂલોની કાપણી જયારે પાંદડીઓનો રંગ પુરેપુરો આવી ગયો હોય અને બહારની એક કે બે પાંદડીઓ ઉઘડવાની શરૂઆત થાય ત્યારે (ટાઈટ બડ સ્ટેજ) કાપણી કરવી જોઈએ. વીણીની સંખ્યા તાપમાન અને જાત પ્રમાણે બદલાય છે.