ગુલાબના ફૂલ કોરૂગેટેડ ફાયબર બોર્ડ (સીએફબી) બોક્ષમાં પેક કરવામાં આવે છે. જેનું કવર ટેલીસ્કોપીક હોવુ જોઈએ. આ ફૂલોને ગોળ બંચમાં ગોઠવવા જોઈએ અને દાંડીવાળો ભાગ ભેજવાળા પેપરથી વીંટાળવો જોઈએ અને ઉપરની કળીનો ભાગ ટીસ્યુ પેપર વડે કવર કરવો. સીએફબી બોક્ષની લંબાઈ ૧ર૦ સે.મી., પહોળાઈ ૪પ સે.મી. અને ઉંચાઈ રપ સે.મી. હોવી જોઈએ.
આ બોક્ષમાં પોલીઈથીલીનની શીટ નીચેના ભાગમાં પાથરવી જોઈએ અને બાજુના ભાગમાં ટીસ્યુ પેપર મુકવા જોઈએ. ટીસ્યુ પેપર મુકવાથી ફૂલોને ઘર્ષણ લાગતુ નથી. એક બંચમાં બનતા બે સ્તરની વચ્ચે ટીસ્યુ પેપર મુકવુ જોઈએ. જેથી ફૂલો એકબીજાને સ્પર્શ થઈ ના શકે. દાંડીની લંબાઈ મુજબ ફૂલો છૂટા પાડી તેના બંડલ બનાવી (ર૦ ફૂલો) તેને કોરૂગેટડે પેપરમાં વીટાળાવા. એક બોક્ષમાં ચાર જૂડી ફુલો (૮૦ દાંડી) ગોઠવવામાં આવે છે. ફુલોને ર° સે. ઉષ્ણતામાને રેફ્રીજરેટેડ વાનમાં મોકલવામાં આવે છે.