ફૂલો ઉતાર્યા બાદ તુરત જ પાણીથી ભરેલી ડોલમાં મૂકવા જોઈએ. ત્યારબાદ તેનું ત્રણ કલાક કોલ્ડ સ્ટોરેજમાં (શીતાગાર) ર°સે. થી ૧૦°સે. તાપમાને રાખવા જોઈએ. વર્ગીકરણ કરેલી જુડીને કલોરીનવાળા પાણીમાં કોલ્ડ સ્ટોરેજમાં ર˚સે. તાપમાને રાખવા જોઈએ. વર્ગીકરણ દાંડીની લંબાઈ અને ગુણવત્તા પ્રમાણે કરવું. દાંડી રોગ જીવાત મુકત, માટી કે દવાના અવશેષો મુકત, ડાધા વગરની, તંદુરસ્ત હોવી જોઈએ. કળીનું કદ અને દાંડીની જાડાઈ એક સરખી હોવી જોઈએ. જેથી ગુણવત્તા, અને સારા દેખાવને લીધે સારા ભાવ મળી શકે. બજારમાં લાલ,ગુલાબી તથા કેસરી કલરના ફૂલોની ખૂબ માંગ હોય છે. અને પીળા તેમજ સફેદ ફૂલોની માંગ થોડી ઓછી રહે છે. અને દ્વિૃરંગી ફૂલોની માંગ પણ બજારમાં ઓછી રહે છે.
ફૂલોને લાંબો સમય તાજા રાખવા માટેના પગલા:
ગુલાબના ફૂલોને લાંબો સમય સુધી તાજા રાખવા માટે સુક્રોઝનું દ્રાવણ (૧-૩%), ૮ - એચકયુસી (૧૦૦-ર૦૦ પીપીએમ), સાઈટ્રીક એસીડના દ્રાવણનો પધ્ધતિસર ઉપયોગ કરવાથી ફૂલોને લાંબો સમય તાજા રાખી શકો છો.