પાક ની અગત્યતા
--------------------
આપણા દેશમાં થતા કઠોળ પાકોમાં ચણાનો પાક પ૧ લાખ હેકટરના વાવેતર સાથે પ્રથમ સ્થાન ધરાવે છે. જયારે ગુજરાત રાજયમાં ૧.૮ થી ર લાખ હેકટરના વાવેતર સાથે બીજું સ્થાન ધરાવે છે. રાજયમાં થતું ચણાનું વાવેતર મુખ્યત્વે ચોમાસા દરમ્યાન પડેલ વરસાદના પાણીમાંથી જમીનમાં સંગ્રહ કરેલ ભેજ પર બિન પિયત પરિસ્િથતિમાં કરવામાં આવે છે. આ વાવેતર ખાસ કરીને રાજયના ભાલ, ધેડ અને પંચમહાલ વિસ્તારમાં થાય છે. ભાલ અને ધેડ વિસ્તારમાં વહેલી પાકતી ચણાની જાત ચાફા અને તાજેતરમાં ભલામણ કરેલ ચણાની મધ્યમ મોડી પાકતી જાત ગુજરાત ચણા-ર નું વાવેતર કરવામાં આવે છે. જયારે પંચમહાલ વિસ્તારમાં મધ્યમ મોડી પાકતી દાહોદ પીળા જાતનું વાવેતર થાય છે. આ ઉપરાંત જયારે જમીનમાં ભેજનું પ્રમાણ પુરતું હોય તેમજ એક થી બે પિયત આપી શકાય તેમ હોય તેવા વિસતારમાં તાજેતરમાં ભલામણ કરેલ ચણાની મધ્યમ મોડી પાકતી જાત આઈસીસીસી-૪ તેમજ ગુજરાત ચણા-૧ નંુ વાવેતર કરી ખેડૂતો હેકટરે ર૦૦૦ થી રપ૦૦ કિલો જેટલું મબલખ ઉત્પાદન મેળવે છે. જુની જાતો ચાફા અને દાહોદ પીળામાં સુકારા અને સ્ટનટ રોગનું પ્રમાણ વધારે હોવાના કારણે તે જાતોનું વાવેતર ઓછું કરીને તે બદલે આઈસીસીસી-૪, ગુજરાત ચણા-૧ અનેે ગુજરાત ચણા-ર નું વાવેતર વધારવું જોઈએ.