Navsari Agricultural University
પાક ની અગત્યતા
--------------------

ભારતમાં અંદાજે ર૪૦ લાખ હેકટર વિસ્તારમાં કઠોળ પાકોનું વાવેતર થાય છે જયારે ગુજરાતમાં વષ્ર્ા ર૦૦૯-૧૦માં આશરે ૯.૩ લાખ હેકટર વિસ્તારમાં વિવિધ કઠોળ પાકનું વાવેતર થાય છે. કઠોળ પાકો પૈકી તુવેર અગત્યનો પાક છે અને ખાસ કરીને ચોમાસાની ઋતુમાં ર.૭ લાખ હેકટરમાં તુવેર પાકનું વાવેતર થાય છે. જેમાં મુખ્યત્વે વડોદરા, પંચમહાલ, ભરૂચ, ખેડા, સુરત, નવસારી, વલસાડ અને સાંબરકાંઠા જીલ્લાઓ મુખ્ય છે. જેમાંથી આશરે ૩ લાખ ટન દાણાનું ઉત્પાદન મળે છે.આપણા રાજયમાં તુવેરના દાણાનો ઉપયોગ ઘણા વર્ગના લોકો રોજીંદા ખોરાકમાં કરે છે. આ ઉપરાંત શાકભાજીમાં તુવેરનો વપરાશ પણ દિવસે-દિવસે વધતો જાય છે તેથી તુવેરનો વિસ્તાર પણ ગુજરાતમાં વધતો જાય છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ મગફળીના પાકમાં આંતરપાક તરીકે તુવેરનો પાક લોકપિ્રય થઈ રહયો છે.

હાલમાં આપણા રાજયમાં મધ્યમ મોડી અને મોડી પાકતી તુવેરનું વાવેતર ખાસ કરીને મધ્ય અને દક્ષિાણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં કરવામાં આવે છે. આમાંથી મોટા ભાગનું વાવેતર બિનપિયત પરિસ્િથતિમાં એકલા અને આંતરપાક તરીકે કરવામાં આવે છે. જેનું સરેરાશ ઉત્પાદન ૮પ૦ થી ૯૦૦ કિલો મળે છે.

સંશોધનના પરિણામે વહેલી પાકતી (૧૩૦ થી ૧૪૦ દિવસ) જાતો તેમજ હાઈબ્રીડ જાતો તૈયારી કરવામાં આવેલ છે. જે વધુ ઉત્પાદન (ર૦૦૦ થી રપ૦૦ કિલો/હેકટર) આપવાની ક્ષામતા ધરાવે છે. વહેલી પાકતી હોવાથી ચોમાસા પછી આ જમીનમાં શિયાળુ પાકો લેવા માટે અનુકૂળ આવે છે. વધુ નફો આપે છે.સુકારો અને વંધ્યત્વના રોગો આવતા પહેલાં પાકીને તૈયાર થઈ જાય છે. તેથી આવા રોગોથી આ જાત બચી જાય છે. આ ઉપરાંત તુવેરનો પાક શિયાળાની ઋતુમાં પણ સારી રીતે લઈ શકાય છે. ચોમાસા પાકની કાપણી કયર્ા બાદ તુરત જ જમીન તૈયાર કરી તુવેરની વાવણી કરી શકાય. ભાલ, ઘેડ તથા દક્ષિાણ ગુજરાત કે જયાં ચોમાસામાં પાણી ભરાઈ રહે છે તેવા વિસ્તારમાં વરાપ થાય ત્યારે આ પાકની વાવણી કરી શકાય છે.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.