Navsari Agricultural University
પાક ની અગત્યતા
--------------------

કઠોળ પાકોમાં મગ એ અગત્યનો પાક છે. ઘણા લોકો રોજીંદા ખોરાકમાં મગનો ઉપયોગ વિવિધ રીતે કરે છે. બાફીને, શાક બનાવીને કે ઉગાડીને શાક બનાવીને કે ફણગાવેલ મગ, મગની દાળ, મગની દાળ-ચોખાની ખીચડી, મગની મીઠાઈ આમ વિવિધ સ્વરૂપે મગનો ખોરાકમાં ઉપયોગ કરવામાં આવે છે. અશકત અને માદા લોકોને શકિત અને પ્રોટીન પુરુ પાડવા ડર્ાકટર મગનું પાણી કે બાફેલા મગ ખાવાની સલાહ આપેે છે. મગએ સરળતાથી પાચન થઈ જાય તેવું કઠોળ છે. હાલમાં મગનું વાવેતર સામાન્ય રીતે ચોમાસામાં વધુ થાય છે. પરંતુ પિયતની સગવડતા વધતા ઉનાળામાં પણ મગનો પાક લેવામાં આવે છે. આ ઉપરાંત મગ જમીન સુધારક તરીકે પણ કાર્ય કરે છે તેને લીલા પડવાશના પાક તરીકે પણ ઉગાડી શકાય છે. અથવા તો એક વખત શીંગો વીણી છોડને જમીનમાં દબાવી લીલો પડવાશ પણ કરી શકાય છે. આમ ટુંકા ગાળાનો આ કઠોળ પાક ઘણું જ મહત્વ ધરાવે છે.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.