Navsari Agricultural University
જમીન અને આબોહવા
------------------------

બિનપિયત ચણાનું વાવેતર ચોમાસા દરમ્યાન પડતર રાખેલ જમીનમાં કરવામાં આવે છે. તેથી ચોમાસા દરમ્યાન અવાર-નવાર ખેડ કરીને જમીનને નિંદામણ મુકત રાખવી. વારંવાર ખેડ કરવાના કારણે જમીનમાં ભેજ સચવાઈ રહે છે. જમીન તૈયાર કરતાં પહેલાં હેકટરે ૮ થી ૧૦ ટન છાણીયું અથવા ગળતીયું ખાતર આપવું.

પિયત ચણાના વાવેતર માટે ચોમાસું પાકની કાપણી કયર્ા બાદ હેકટરે ૮ થી ૧૦ ટન છાણીયું અથવા ગળતીયું ખાતર આપવું. ત્યારબાદ હળ અથવા દાંતીની બે આડી ઉભી ખેડ કરી ચોમાસંુ પાકના જડિયાં/કચરો વીણી ખેતરને સાફ કરવું. વાવતાં પહેલાં ખેતરમાં ઓવરણ પિયત આપવું. વરાપ થયે દાંતી અને કરબની ખેડ કરી સમાર મારી જમીનને સમતળ અને પાસાદાર બનાવવી.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.